છેલ્લા ૨૩ દિવસમાં રાજ્યમાં ૩૦૦થી અને અમદાવાદમાં ૨૫૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાત
ગુજરાત

અમદાવાદ :  રાજ્યમાં ૧૯ માર્ચના રોજ પ્રથમ કોરોના પૉઝિટીવ કેસ નોંધાયાના ૬૪ દિવસમાં કુલ કેસોનો આંકડો ૧૩ હજારને પાર અને મોતનો આંકડો ૮૦૦ને પાર થયો છે. જ્યારે છેલ્લા ૨૩ દિવસથી રાજ્યમાં ૩૦૦થી વધુ અને અમદાવાદમાં ૨૫૦થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. શુક્રવારે રાજ્યમાં ૩૬૩ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા ૧૩૨૬૮ થઈ છે જ્યારે વધુ ૨૯ મોત સાથે કુલ મોતનો આંકડો ૮૦૨ થયો છે.
૬૩ દર્દી વેન્ટીલેટર પર અને ૫,૮૮૦ દર્દી ડિસ્ચાર્જ થયા રાજ્યમાં કોરોના અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દી ૧૩,૨૭૩માંથી ૬૩ વેન્ટીલેટર પર, ૬,૫૨૮ની હાલત સ્થિર, ૫,૮૮૦ ડિસ્ચાર્જ અને ૮૦૨ના મોત થયા છે. જ્યારે ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ ટેસ્ટ ૧,૭૨, ૬૫૨ ટેસ્ટ કર્યાં છે, જેમાંથી ૧૩,૨૭૩ના રિપોર્ટ પોઝિટિવ અને ૧,૫૯,૨૮૯ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.