ગુજરાત રાજ્યમાં ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે, અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છેઃ જયંતિ રવિ
અમદાવાદ : રાજ્યમાં કોરોના ટેસ્ટિંગને લઇને ઉઠી રહેલા પ્રશ્નોને લઇને આજે પણ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજ્યમાં થઇ રહેલા ટેસ્ટ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું છેકે, રાજ્યમાં અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. 5 એપ્રિલે 750 ટેસ્ટ કરવામાં આવ્ય હતા. જે આજે દરરોજ 3 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવે છે. 20 એપ્રિલે 4212 જટેલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ પ્રક્રિયા વધારવાની સાથે નાના જિલ્લાઓમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે.
ત્રણેય મહાનગરોમાં આજથી કર્ફ્યૂ હટાવી લેવાયો સતત કેસોમાં વધારો થતાં અને હોટસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા બાદ અમદાવાદ, સુરત અને રાજકોટમાં તબક્કાવાર કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ ત્રણેય મહાનગરોમાં આજથી એટલે કે શુક્રવારથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. જોકે લોકડાઉન આ ત્રણેય શહેરો રાજ્યના અન્ય શહેરોની માફક યથાવત છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2624 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 112એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 179 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
68થી 70% ટેસ્ટ સાચા હોય છે આરોગ્ય વિભાગના એક તબીબ અધિકારીએ જણાવ્યું કે કોરોના માટે કરાતા પીસી પીઆરટી ટેસ્ટમાં 68થી 70 ટકા ટેસ્ટના પરિણામ સાચા હોય છે જ્યારે બાકીના ખોટા હોઇ શકે છે. તેથી આવું જો લાગે તો ફરી એકવાર ટેસ્ટ પણ કરાતો હોય છે. જોકે વિકસિત દેશોમાં તેનું પરિણામ 80 ટકા કિસ્સામાં સાચું હોય છે. ઘણીવાર સેમ્પલ લીધા બાદ તેની યોગ્ય જાળવણી કરી ન હોય તો પણ ટેસ્ટ ખોટા આવી શકે છે.