ગુજરાત : આજે મધરાત સુધીમાં કુલ ૬૯૭ ટ્રેનોમાં ૧૦ લાખથી વધુ શ્રમિકો વતન મોકલાશેઃ અશ્વિની કુમાર
રખેવાળ, ગુજરાત
રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ ૧,૬૦,૭૭૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૨,૫૩૯ પોઝિટિવ અને ૧,૪૮,૨૩૩ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે મૃત્યુંઆંક ૭૪૯એ પહોંચ્યો છે અને ૫૨૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, આજે સાંજે ૬ વાગ્યે મોરારી બાપુ કોરોના સાથે જીવતા શીખીએ તેનું સંબોધન આપશે જેનું રિજનલ ટીવી ચેનલના માધ્યમથી કરવામાં આવશે. ગુણવંત શાહ આવતી કાલે આ જ વિષય પર સંબોધન આવશે. હુ પણ કોરોના વોરિયર્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન ૨૧થી ૧૭ મે સુધી ચાલશે, જેને રાજ્યની તમામ જનતા સહકાર આપે તેવી અપીલ છે. ૨૦ મેની રાત સુધીમાં કુલ ૬૩૩ ટ્રેનો રવાના કરવામાં આવી છે. જેમાંથી ૯ લાખ ૧૮ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. આજે નવી ૬૩ ટ્રેનો થકી ૧ લાખ ૧ હજાર શ્રમિકો રવાના થશે. આજે રાત સુધીમાં કુલ ૬૯૭ ટ્રેનોથી ૧૦ લાખ ૨૦ હજાર જેટલા શ્રમિકો પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. છે.