ગુજરાતમે આજ-કલ ક્યા ચલ રહા હૈ? અરેપજોરશોરથી સુરતના વેવાય-વેવાણના લફરા ચાલે છે!

ગુજરાત
ગુજરાત

હાલમાં જો તમે કોઈને એવું પૂછો કે, ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? તો બધા લોકો પાસેથી એક જ જવાબ મળશે કે, ભાઈ અહીંયા ફોગ નહીં, પણ વેવાઈ વેવાણના લફરા ચાલે છે. કારણ કે જ્યારથી નવસારીની વેવાણને લઈને કતારગામનો વેવાઈ ફરાર થયો ત્યાર બાદ બે દિવસથી સતત સોશિયલ મીડિયામાં એક જ વાત ચાલી રહી છે. માર્કેટમાં એક જ ટોપિક પર સૌ કોઈ બે મોઢે વાત કરી રહ્યા છે.
 
ગામના પાદરમાં બીડી પીતા ડોસા હોય કે પછી ખેતરે ખેતી કામ કરતી મહિલાઓ હોય. દરેકના મોઢે આ વેવાઈ-વેવાણ જ છે. શહેરમાં પણ લારીએ શાકભાજી લેતી મહિલા હોય કે કારખાનામાં કામ કરતો પૂરુષ હોય. નોકરી કરતો નોકરિયાત હોય કે ગલ્લે સિગારેટ ફૂંકતા યુવાનો હોય. પાણીપુરી ખાતી પાપાની પિન્કી હોય કે પછી કોલેજમાં લેક્ચર બન્ક કરીને ફોનમા ઘૂકા મારતી છોકરીઓને લઈ લો, દરેકને એક જ વાતમાં રસ છે.
 
આમ પણ કહેવાય છે કે, ગુજરાતની પ્રજા ક્રિએટીવિટીમાં કોઈને પહોંચવા ન દે. જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારે જોક્સ બને બને અને બને જ. તો આ વખતે ક્યાં લોકો સુઈ ગયા છે કે જોક્સ ન બને. આ વખતે પણ હોંશિયાર લોકોએ નવા નવા જોક્સ બનાવ્યા છે. લો તમે પણ વાંચીને બે ઘડી હસી લોપ.
 
૧) હવે થી લગ્નમાં ૮મુ વચન એ હશે કે, અમે વેવાઈ – વેવાણ એકબીજાને ભાઈ બહેન કહીને બોલાવીશુ
 
૨) પતિ =કેમ ઘુંઘટ કેમ તાણ્યો છે..?
પત્ની =હમણાં વેવાઈ આવવાના છે ને એટલે.
પતિ= સરખો તાણી લે, નહીંતર હું ક્યાં જઈશ
 
૩) બાપાઃ-દીકરા, કાલે છોકરી જોવા જવાનુ છે.
દીકરોઃ-સારુ, પણ બાપા હું એકલો જોઈ આવીશ. તમે ના આવતા.
 
૪) દેવીયો ઓર સજ્જનો કોન બનેગા પતિમાં આપકા સ્વાગત હૈ. એક કરોડનો સવાલ આ રહ્યોપ.
વેવાયને વેવાણ બેય ભાગી જાય તો, છોકરા છોકરી બન્ને નો સંબંધ શુ થાય?
 
૫) ઓલા બેય ભાગી ગ્યા પછી છોકરીના મમ્મી અને છોકરાના બાપાએ ગોઠવી લિધુ. તો લગ્ન થવાના એ છોકરો-છોકરી ભાઇ-બેહેન કેવાય કે પતી-પત્ની? છોકરાએ એના બાપાને સસરો કેવો કે બાપો? છોકરીએ એના મમ્મીને સાસુ કેવા કે મમ્મી? દિકરા-દિકરીને ત્યા સંતાન થાય તો, બા-દાદા કેવા કે નાના-નાની? બીજુ બધુ તો ઠીક વેવાઇ-વેવાણને છોકરુ થાય તો ભાઇ કેવો કે સાળો? લાઇ ભાઇ તુ કપાસમાં નાખવાની દવા લાઇ

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.