ગુજરાતમાં ઠંડી ઘટીઃ સુરતનું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી નોંધાયું, દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા
ગુજરાતમાં બે દિવસથી ઠંડીએ થોડો વિરામ લીધો છે. ગત કેટલાક દિવસોની સરખામણીએ ગઈકાલે અને આજે રાજ્યભરમાં ઠંડી ઓછી નોંધાઈ છે. ગુજરાતના મુખ્ય શહેરોનું લઘુત્તમ તાપમાન ૧૨થી ૨૦ ડિગ્રી પહોંચ્યું છે. સુરતમાં તો લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીએ પહોંચતા લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આમ ગુજરાતમાં ઠંડી ઘટી છે તેવું કહી શકાય છે. હવામાન વિભાગે આગામી બે દિવસ બાદ ફરી ઠંડીમાં વધારો થશે તેવી આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા પણ દર્શાવી છે.
શહેર તાપમાન (ડિગ્રી)
નલિયા ૧૨
ભૂજ ૧૩
ડીસા ૧૪
વડોદરા ૧૫
ગાંધીનગર ૧૫
રાજકોટ ૧૬
અમદાવાદ ૧૭
ભાવનગર ૧૮
વેરાવળ ૧૯
સુરત ૨૦