ગુજરાતમાં ઉત્તરાયણે બપોરે સૌથી વધુ લોકોને ઈજા, ૨૦૦ને દોરી વાગી, બેના મોત, ગત વર્ષ કરતા ઈમરજન્સી કેસ ૧૪ ટકા વધ્યા

ગુજરાત
ગુજરાત

                      રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે. પરંતુ ઉત્તરાયણ દરમિયાન પતંગની મજાની સાથે સાથે પંતગ દોરીએ અનેકને ઘાયલ કર્યા છે, તેમજ બેના મોત થયા છે.ઉત્તરાયણના દિવસે ૧૦૮ એમ્બ્યુલન્સને ૩,૯૫૯ ઈમરજન્સી કોલ્સ મળ્યા હતા. જ્યારે ગત ઉત્તરાયણે ૩,૪૬૮ કોલ મળ્યા હતા. આમ ૨૦૧૯ કરતા ચાલુ વર્ષે ઈમરજન્સી કેસમાં ૧૪ ટકાનો વધારો થયો છે અને ૪૯૧ કોલ વધુ મળ્યા છે. તેમજ દોરી વાગવાના ૨૦૦ કેસ નોંધાયા છે. તેમાં પણ કુલ કેસના ૫૭ ટકા કેસ એટલે કે ૧૧૪ કેસ તો બપોરના એકથી પાંચ વાગ્યા વચ્ચે નોંધાયા છે. જ્યારે ૧૫ જાન્યુઆરીએ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૧૫૧૦ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે. તેમજ દોરી વાગવાના ૧૩ કેસ નોંધાયા છે.
 
             જિલ્લો ઇમર્જન્સી કોલ્સ
 
અમદાવાદ ૭૨૮
સુરત ૩૫૭
દાહોદ ૨૦૦
વડોદરા ૧૯૫
રાજકોટ ૧૯૨
ભાવનગર ૧૭૭
વલસાડ ૧૪૭
કચ્છ ૭૬
ભરૂચ ૧૧૨
પંચમહાલ ૧૧૨
જામનગર ૧૧૫
ગાંધીનગર ૧૦૩
જૂનાગઢ ૯૭
આણંદ ૯૬
અમરેલી ૧૦૨
બનાસકાંઠા ૮૪
નવસારી ૮૬
મહેસાણા ૭૬
મહિસાગર ૮૫
નર્મદા ૮૧
ખેડા ૧૩૫
સાબરકાંઠા ૮૦
છોટાઉદેપુર ૮૭
તાપી ૭૫
ગીર-સોમનાથ ૬૧
પાટણ ૫૦
સુરેન્દ્રનગર ૫૧
બોટાદ ૩૪
પોરબંદર ૩૫
અરવલ્લી ૩૪
ડાંગ ૩૨
દેવભૂમિ દ્વારકા ૩૧
મોરબી ૩૪
કુલ ૩૯૫૯
                          વડોદરા શહેરના ઓ.પી. રોડ પર આવેલી શિવ નિકેતન સોસાયટીમાં રહેતા નાગેન્દ્ર જાંદાર(૪૫) ઉત્તરાયના દિવસે મોડી સાંજે પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવતા હતા. તે સમયે તેમના પગમાં દોરી વીંળટાઇ ગઇ હતી. જેથી તેઓ ધાબેથી પટકાયા હતા.
જ્યારે ખોડીયાર નગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસમાં બી-૭૦૬ બંસીધર હાઇટ્સમાં રહેતો ૧૬ વર્ષના કરણ રાઠોડનું સેલ્ફી લેવા જતા ટેરસ પરથી પટકાતા મોત નીપજ્યું હતું.
 
                        ચલથાણમાં રહેતા પપ્પુસિંગ બાઈક પર ત્રણ સંતાનોને લઈ પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબાજી માતાના દર્શન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમના આગળ બેઠેલા શિવમ(ઉ.વ.૪)ના ગળામાં દોરી ભરાઈ હતી. આ દરમિયાન પિતાએ બાળકને બચાવવા જતા બ્રેક મારી અને પરિવાર સાથે રસ્તા પર પડ્યા હતા. પતંગનો દોરો શિવમના ગળામાં ધુસી ગયો હોવાથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી ઘટના સ્થળ પાસેથી પસાર થઈ રહેલા કોન્સ્ટેબલ કિરીટ પટણીએ વધુ સમય ન બગાડતાં તાત્કાલિક શિવમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડ્યો હતો.
 
                      ઘોડદોડ રોડ ખાતે આવેલી બીએસએનએલ કોલોનીમાં રહેતા બાલુભાઈ પવાર (ઉ.વ.૬૭) નિર્મળ હોસ્પિટલ સામે ફલાઈ ઓવર બ્રીજ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન પતંગના દોરાથી તેમનું ગળું કપાતા રોડ પર પડી ગયાં હતાં. રોડ પર પડેલા વૃધ્ધ પર કાર ચાલકની નજર પડતાં તેઓ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. તેમજ ઉધના દરવાજા બ્રિજ પર બાઇક પર જઈ રહેલા યુવકની પતંગના દોરાથી જીભ કપાઈ ગઈ હતી. જેને પગલે ઈજાગ્રસ્ત યુવકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.
                    સવારે વસ્ત્રાલમાંથી એક બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને દોરી વાગતા પટકાયો હતો. જેને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેન આંખ અને કાન પાસે ૨૮ ટાંકા લેવા પડ્યા હતા. વાડજમાં નેહા નામની ૧૩ વર્ષની કિશોરીને ધાબા પરથી નીચે પટકાતા મોઢાના ભાગે ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સરદારનગર વિસ્તારમાં ૪૨ વર્ષના ઉનમેશભાઈ દત્ત નીચે ધાબા પરથી પટકાતા તાત્કાલિક ૧૦૮ મારફતે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભિલોડાના ભૂતાવડમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા યુવાનને માથામાં પાંચ ટાકા આવ્યા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.