કોરોના : સુરત શહેરના પાંચ વિસ્તારમાં ૨૨મી સુધી કર્ફ્યુ જાહેર, પોઝિટિવ કેસનો આંક ૮૫ થયો

ગુજરાત
ગુજરાત

સુરત.
શહેરમાં આજે વધુ ૨૨ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને પગલે સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૮૫( જિલ્લાના ૨ દર્દી સહીત) પર પહોંચી ગઈ છે.વધુ કેસ કોમ્યુનિટી સેમ્પલના રિપોર્ટમાં સામે આવ્યા છે. કોમ્યુનિટી સેમ્પલમાં ઉમરવાડા, રાંદેર,માનદરવાજાના દર્દીઓનો સમાવેશ થાય છે. આજના ૨૨ કેસમાંથી ૧૪ કેસ માનદરવાજા ટેનામેન્ટમાંથી સામે આવ્યા છે.સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા પાંચ વિસ્તારમાં કર્ફ્યુ ૨૨મી સુધી જાહેર કરવામાં આવ્યું છે.
 
સુરત શહેરના જે પોલીસમથકોના વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા પોલીસમથક, મહિધરપુરા પોલીસમથક, લાલગેટ પોલીસમથક, અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસમથકના કમરૂનગર પોલીસમથક વિસ્તારમાં કર્ફયુ રહેશે. કર્ફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓ માટે કર્ફયુમુકિત આપવામાં આવશે
 
છેલ્લા ત્રણેક દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કામદારો વતન જવા અને ભોજનની માંગ સાથે ધમપછાડા કરી રહ્યાં છે. કામદારોએ આજે ઉધના વિસ્તારમાં વતન અને ભોજન માટે રસ્તા પર ઉતરીને માંગ કરી હતી. બીજી તરફ પાંડેસરા વિસ્તારમાં મીલ માલિકો દ્વારા પગાર-ખર્ચી ન અપાતી હોવાનું કહીને કામદારોએ રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે બન્ને જગ્યાએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો છે.
 
રાંદેર બાદ હવે સેન્ટ્રલ અને લિંબાયત ઝોન વધારે હોટ સ્પોટ તરીકે ઉભરી આવ્યા છે. માનદરવાજા ટેનામેન્ટમાંથી જ ૧૪ કેસ મળ્યા છે, સેન્ટ્રલ ઝોનમાં પણ કેસ વધારે છે. રાંદેરમાં પહેલા કરતાં હવે પોઝિટિવ કેસનો રેશિયો ઓછો થયો છે. સેન્ટ્રલ અને લિંબાયત ઝોન હોટ સ્પોટ એરિયા બની રહ્યું હોવાનું મ્યુ. કમિશનરે જણાવ્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.