કોરોના : અમદાવાદમાં સ્થિતિ વધુ ગંભીર છે એલ.જી. હોસ્પિ.ના પ્રોફેસર સહિત ૪ને કોરોના

ગુજરાત
ગુજરાત

અમદાવાદ. કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આજે વધુ ૪૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોનાના કુલ દર્દીલ ૪૯૨ થયા છે. જ્યારે ૧૭ના મોત અને ૧૭ લોકો સાજા થયા છે.
 
હવે તંત્ર પણ કોરોનાની ઝપટમાં આવવા લાગ્યું છે. આજે પોલીસ કર્મી અને AMCના આસિસ્ટન્ટ કમિશનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો રિપોર્ટ પેન્ડીગ છે. શહેરની કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, કોર્પોરેશનના એક અધિકારી અને એક કર્મચારીને કોરોના થયો છે. સ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે. એલ.જી. હોસ્પિટલના પ્રોફેસર સહિત ૪ને કોરોના ખાનગી લેબમાં હવે રૂ.૨ હજારમાં ટેસ્ટ થશે.
 
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આગળ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં કેસ વધી રહ્યા છે. શહેરમાં ૨૪ કલાકમાં ૪૨ કેસ નોંધાયા છે. કોટ વિસ્તારમાં કરફ્યુ છતાં ૧૩ ચેકપોસ્ટમાંથી ૨૧૦૦૦ લોકો બહાર નીકળ્યાં છે. ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે શૈલેષ પરમારનો રિપોર્ટ પેન્ડિગ છે. હવે જેઓમાં લક્ષણ નથી એમના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે. કરફ્યુ મુક્તિ દરમિયાન મોટી સંખ્યામાં બહેનો બહાર નીકળ્યા હતા. જે યોગ્ય નથી. બહુ જરૂરી હોય તો જ બહાર નીકળવું.
 
આજે બોપલમાં રહેતા AMCના આસિસ્ટન્ટ કમિશનર અને વધુ એક પોલીસ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.AMCના આસિસ્ટન્ટ કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી સાથી અધિકારી-કર્મચારીઓમા પણ ચેપની આશંકા છે.તેમજ ૧૫ એપ્રિલે મળેલી ઝોનની મીટિંગમાં અસરગ્રસ્ત અધિકારી હાજર હતા. ઉત્તર પશ્ચિમ ઝોનના ૪ વોર્ડનો હેલ્થ સ્ટાફ પણ હતો. આ મીટિંગમાં હાજર રહેલા તમામને ક્વોરન્ટીન અને ટેસ્ટ કરાવવામાં તેવી શક્યતા છે. જેને પગલે ૩૧ અધિકારીઓના નમૂના લેવામાં આવ્યા છે. 
 
મ્યુનિસિપલ કોર્પોરેશનના એપિડેમિક વિભાગના એક ઓપરેટરને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસર અને એપેડેમીક વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓને નવરંગપુરા સ્પોર્ટ્સ કલબમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. એપેડેમીક વિભાગની ટીમ હવે ક્વોરન્ટીન દરમ્યાન ત્યાંથી જ કામ કરશે.
 
બુધવારે નોંધાયેલા ૮૦ કેસમાંથી ૭૯ કેસ મ્યુનિ.એ ઘરે ઘરે જઈને લીધેલા સેમ્પલમાંથી મળ્યા છે. મોટાભાગના તમામને કોરોનાના કોઈ ગંભીર લક્ષણો નથી પરંતુ તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સતત બીજા દિવસે રાજ્ય સરકારે જાહેર કરેલી યાદીમાં દાણીલીમડાના સફી મંજિલના ૬ નામ સહિત ૧૦ નામ રીપિટ જાહેર કરાયા છે. જો કે, જે પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમના સમયાંતરે રિપોર્ટ લેવાય છે. જેથી તે પણ ફરી વખત જાહેર કરી દેવાય છે.
 
ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારમાં ચેપ પ્રસરતા મ્યુનિ. હેલ્થ વિભાગમાં દોડધામ મચી છે. અહીં પહેલા એક કેસ પોઝિટિવ મળ્યો હતો. ત્યારબાદ મ્યુનિ.એ સરવે હાથ ધર્યો હતો. જેમાં બુધવારે વધુ ૬ પોઝિટિવ કેસ મળ્યા છે. જેને પગલે આ વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જમાલપુરની દૂધવાળી ચાલીમાં એક સાથે ૧૧ કેસ પોઝિટિવ મળી આવ્યા છે. એક દર્દીએ ખાનગી લેબોરેટરીમાં પોતાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તે જાતે હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું જાણવા મળ્યું છે.
 
લૉકડાઉન થયું ત્યારથી ગ્યાસુદ્દીન શેખ, શૈલેશ પરમાર તેમના વિસ્તારમાં લોકોને સમજાવવા માટે ફરી રહ્યા હતા. સીએમ બંગલે યોજાયેલી બેઠકમાં પણ તેઓ ઈમરાન ખેડાવાલા જોડે કારમાં ગયા હતા. બંનેને સેમ્પલ લેવાયા હતા જેનો રિપોર્ટ ગુરુવારે આવશે.
 
જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પછી પૂર્વ વિપક્ષી નેતા અને બહેરામપુરાના કોંગી કોર્પોરેટર બદરૂદ્દીન શેખ અને તેમના ઘરે કામ કરતી કામવાળીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બદરૂદ્દીનને પણ એસવીપીમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા ૧૪ દિવસથી તેઓ ઘરે જ હતા પરંતુ તે પહેલાં ફૂડ પેકેટના વિતરણ માટે પોતાના વોર્ડમાં અલગ અલગ સ્થળોએ ગયા હતા. બે દિવસથી તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા મંગળવારે સેમ્પલ લેવાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આ‌વ્યો છે. ઈમરાન ખેડાવાલા મંગળવારે મુખ્યમંત્રી સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ સીધા જમાલપુરના મહિલા કોર્પોરેટર અઝરા કાદરીને ત્યાં ગયા હતા. ત્યાં અન્ય એક મહિલા કોર્પોરેટર રઝિયા સૈયદ પણ હાજર હતા. જેથી તે બંને સહિત ખેડાવાલાના સંપર્કમાં આવેલા કુલ ૨૮ લોકોને ક્વોરન્ટાઈનમાં મૂકી દેવાયા છે.
 
અમદાવાદમાં બુધવારે કોરોનાના વધુ નવા ૮૮ પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સરકારે જાહેર કર્યું હતું. જો કે, આ યાદીમાં ગોટાળો હતો અને ૧૦ જૂના નામો રીપિટ કરાયા હતાં. વટવા, આસ્ટોડિયા અને બહેરામપુરાની ત્રણ મહિલાઓના પણ બુધવારે મૃત્યુ થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૧૬ પર પહોંચ્યો છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.