ઉંઝામાં લાંચ પ્રકરણમાં ઝડપાયેલ PSIની લિવ રિઝર્વમાં બદલીનો હુકમ

ગુજરાત
ગુજરાત

ઉનાવામાં દશેક દિવસ અગાઉ પોલીસ સ્ટેશન રોડ ઉપરથી પસાર થતા એક્ટીવા ચાલક પાસેથી પકડેલા દારૃના જથ્થા સંદર્ભે દારૃનો કેસ નહિ કરવા પેટે રૂ. બે લાખની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે પાટણ લાંચ રૃશ્વત બ્યુરોની ટીમે છટકું ગોઠવી એક પોલીસ કોન્સ્ટેબલની રૂ.૮૦,૦૦૦ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. આ કેસમાં સંડોવાયેલા પીએસઆઈ ફરાર થઈ ગયા હતા. તેને પકડવા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. જ્યારે મહેસાણા પોલીસ અધિક્ષકે તેઓને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લીવ રિઝર્વમાં બદલીનો હુકમ કર્યો છે.
 
ઉનાવામાં આલ્ફા હોટલની સામે પોલીસ સ્ટેશન જવાના રોડ ઉપર દશેક દિવસ અગાઉ એક્ટીવા ચાલક દારૃના જત્થા સાથે ઉનાવા પોલીસના પીએસઆઈ અને કોન્સ્ટેબલની ટીમના ચેકીંગ દરમ્યાન ઝડપાયો હતો. જે સંદર્ભે દારૃનો કેસ નહિ કરવા પેટે રૂ. ૧. ૩૦ લાખ નક્કી કરાયા હતા. તેમાં ૫૦,૦૦૦ની રકઝકના અંતે રૂ.૧.૩૦ લાખ નક્કી કરાયા હતા. તેમાં ૫૦,૦૦૦ની રકમ જે તે સમયે આપેલ હતા અને બાકીની રકમ ૮૦૦૦૦ માટે વાયદો કરેલ હતો.
 
આ સંદર્ભે એસીબીમાં ફરિયાદ થતા એસીબી પાટણ પીએસઆઈ જે.પી.સોલંકી અને તેમની ટીમે છટકું ગોઠવતા પોલીસ કોન્સ્ટેબલ નિતેશકુમાર જીવણજી ઠાકોર રૂ.૮૦,૦૦૦ની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી લીધો હતો. જ્યારે આ લાંચ પ્રકરણમાં સંડોવાયેલા પીએસઆઈ ચેતકકુમાર યોગેશકુમાર બારોટની તપાસ કરતા તેઓ ફરાર થઈ ગયા હતા. પીએસઆઈને પકડી લેવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. બીજી તરફ મહેસાણાના પોલીસ અધિક્ષક મનિષસિંહે આ પીએસઆઈને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લીવ રિઝર્વમાં મુકવાનો હુકમ કર્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.