આજથી અમદાવાદ, સુરત, રાજકોટમાંથી કર્ફ્યૂ ઉઠાવી લેવાયો, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 2624, કુલ મૃત્યુઆંક 112

ગુજરાત
ગુજરાત

અમદાવાદ. સતત કેસોમાં વધારો થતાં અને હોટસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા બાદ અમદાવાદ, સુરત અને રાજકોટમાં તબક્કાવાર કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ ત્રણેય મહાનગરોમાં આજથી એટલે કે શુક્રવારથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. જોકે લોકડાઉન આ ત્રણેય શહેરો રાજ્યના અન્ય શહેરોની માફક યથાવત છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2624 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 112એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 179 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

68થી 70% ટેસ્ટ સાચા હોય છે આરોગ્ય વિભાગના એક તબીબ અધિકારીએ જણાવ્યું કે કોરોના માટે કરાતા પીસી પીઆરટી ટેસ્ટમાં 68થી 70 ટકા ટેસ્ટના પરિણામ સાચા હોય છે જ્યારે બાકીના ખોટા હોઇ શકે છે. તેથી આવું જો લાગે તો ફરી એકવાર ટેસ્ટ પણ કરાતો હોય છે. જોકે વિકસિત દેશોમાં તેનું પરિણામ 80 ટકા કિસ્સામાં સાચું હોય છે. ઘણીવાર સેમ્પલ લીધા બાદ તેની યોગ્ય જાળવણી કરી ન હોય તો પણ ટેસ્ટ ખોટા આવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.