અમદાવાદ-રાજકોટ જતાં લોકો ખાસ વાંચો, આ કારણે હાઈવે પર લાગ્યો છે ૮ કિમી લાંબો ચક્કાજામ
રાજકોટ નવાગામ પાસે ઈ મેમોનો વિરોધ કરી રહેલાં લોકોને કારણે રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. નવાગામ પાસે સર્વિસ રોડ ન હોવાને કારણે કામદારોને રોંગ સાઈડમાં આવતાં ૧૫૦૦ રૂપિયાનો મેમો આપવો પડે છે. જેના વિરોધમાં વેપારીઓ, કારીગરો અને સ્થાનિક લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલાં ૧૫ લોકોની અટકાયત કરી હતી. વિરોધને કારણે હાઈવે પર ૮ કિમી લાંબો ચક્કાજામ થઈ ગયો હતો.
રાજકોટ-અમદાવાગ આઈવે પર નવાગામ પાસે વારંવાર ઇ-મેમો આવતો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મજૂરોનો આરોપ છે કે, અમે દિવસનાં ૫૦૦ રૂપિયા કમાઇએ છીએ અને તેની સામે રોંગ સાઈડનો ૧૫૦૦ રૂપિયા મેમો આવે છે. સ્થાનિકોનાં આ વિરોધને પગલે હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. જેને કારણે રાજકોટ SOG, કુવાડવા અને બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને હાઈવે ખુલ્લો કરાવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા.
નવાગામ પાસે હાઈવે પર સર્વિસ રોડ ન આપ્યો હોવાને કારણે સ્થાનિકોને રોંગ સાઈડના ૧૫૦૦ રૂપિયાના મેમો આવે છે. મેમો રદ કરવાની માંગ સાથે મજૂરો, ફ્રૂટના વેપારીઓ અને સ્થાનિક લોકોએ આજે હોબાળો મચાવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલાં ૧૫ લોકોની અટકાયત કરી છે. ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, ઇ-મેમો તો આવે જ. આ લોકોને અગાઉ સમજાવ્યા હતા. આ રીતે કાયદો હાથમાં લે તો હલ ન આવી શકે.