અમદાવાદ : ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના, સીએમ, Dy.CM, ગૃહમંત્રી, DGP અને ચીફ સેક્રેટરી પણ ક્વોરન્ટીન થઈ શકે

ગુજરાત
ગુજરાત

અમદાવાદ :  કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખેડાવાલાએ મંગળવાર બપોરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત તેઓ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને પણ મળ્યા હતા. આમ ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવનારા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ધારાસભ્યો, મુખ્ય સચિવ અને પોલીસ વડા સહિત તમામને ક્વોરન્ટીન કરવા પડે તેવી સંભાવના છે. ઈમરાન ખેડાવાલાએ ગઇકાલે બપોર બાદ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને ટેસ્ટ કરાવ્યા બાદ આજે તેઓ મુખ્યમંત્રીને મળવા ગયા હતા. ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે ગયેલા શૈલેષ પરમાર અને ગ્યાસુદિન શેખ પણ હોમ ક્વોરન્ટીન થયા છે. આ મામલે ખેડાવાલાએ બંનેને ફોન કરીને ખબરઅંતર પૂછ્યા હતા. આ ઉપરાંત સરકારે મીડિયાકર્મીઓના હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરી છે. 
 
કોરોનાના દર્દી ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદીન શેખ એક જ કારમાં બેસીને ગાંધીનગર ગયા હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા કેટલાક પત્રકાર મિત્રો અને અધિકારીઓને પણ મળ્યા હતા. તેમજ મુખ્યમંત્રીએ લોકડાઉન અને અમદાવાદના કોટ વિસ્તારમાં લાદેલા કરફ્યુ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના અનેક પત્રકારો પણ સામેલ થયા હતા. જેને કારણે પત્રકારોને પણ ક્વોરન્ટીન થવું પડશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.