સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતે (શોધ ચક્ર) ઇન્ફલીબનેટ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

ગુજરાત
ગુજરાત

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતે (સીયુજી)  સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક (ઇન્ફલીબનેટ), ગાંધીનગર સાથે શોધ ચક્ર પર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. એમઓયુ દરમિયાન, ઇન્ફલીબનેટ સેન્ટર, ગાંધીનગરના નિયામક પ્રો. દેવિકા પી મદલ્લી અને સીયુજીના વાઇસ ચાન્સેલર પ્રો. રમાશંકર દુબે ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. મદલ્લીએ જણાવ્યું હતું કે સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવા માટે UGCએ ઓનલાઇન પ્લેટફોર્મ રિસર્ચ ચક્ર શરૂ કર્યું છે.

સંશોધકો અને સંશોધન નિરીક્ષકો માટે શોધ ચક્ર પર પૂરતી સામગ્રી ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી એવું કોઈ સમર્પિત પ્લેટફોર્મ નહોતું કે જ્યાં સંશોધનના વિવિધ ક્ષેત્રોને લગતી સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ હોય. હવે શોધ ચક્રની મદદથી સંશોધકો વધુ સારા સંશોધન માટે પ્રેરિત થશે. આ દરમિયાન સીયુજીના રજીસ્ટ્રાર પ્રો. એચ.બી.પટેલ અને ઇન્ફલીબનેટના ડાયરેક્ટર પ્રો. મદલ્લીએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી યુનિવર્સિટીના કુલપતિ પ્રો.રમાશંકર દુબેએ કહ્યું કે હવે શોધ ચક્ર દ્વારા સંશોધકોની પ્રગતિ પર પણ નજર રાખવામાં આવશે. સંશોધનને પારદર્શક અને સરળ બનાવવાની દિશામાં આ એક ઉત્તમ પગલું સાબિત થશે. યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઈબ્રેરીના ઈન્ચાર્જ પ્રોફેસર પ્રો. ભાવના પાઠકે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં યુનિવર્સિટી લાઇબ્રેરીમાં એક ઇન્ફલીબનેટ રિસર્ચ કોર્નર બનાવવામાં આવશે જેથી સંશોધકોને તેમની સંશોધન સંબંધિત સમસ્યાઓના ઝડપથી ઉકેલ મળી શકે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.