વડોદરા: સંસ્કારી ગણાતા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટપોરીગીરી, પત્રકારોને મા-બહેનની ગંદી ગાળો દઈ કેમેરા ખેંચ્યા

ગુજરાત
ગુજરાત

વડોદરાઃ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા છે. આ મુદ્દે મીડિયાકર્મીઓએ સવાલ પૂછતા સંસ્કારી ગણાતા ભાજપના મધુ શ્રીવાસ્તવ મીડિયા કર્મીઓ પર ગુસ્સે થઇ ગયા હતા. અને ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. અને પત્રકારોને માં-બહેનની ગંદી ગાળો દઈ કેમેરા ખેંચ્યા હતા.
 
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં હનુમાનજી મંદિરના કામ માટે પાલિકા અને કલેક્ટરે મંજૂરી આપ્યા બાદ મહેસૂલ વિભાગમાં ફાઇલ અટવાઇ જતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે, ત્યારબાદ મીડિયાકર્મીઓએ તેમના પર સવાલોનો મારો કરતા તેઓ મીડિયાકર્મીઓ પર ગુસ્સે થઇ ગયા હતા. કોંગ્રેસે હનુમાન મંદિર ગેરકાયદે બનવુ હોવા અંગેનો સવાલ ઉઠવ્યો હતો. આ સવાલ મીડિયાકર્મીઓએ મધુ શ્રીવાસ્તવને કરતા તેઓએ મીડિયાકર્મીઓ સાથે ગાળાગાળી કરી હતી.
 
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પત્રકારો સાથેની ગેરવર્તણુક કેમેરામાં કેદ થયા બાદ પણ પોતે પત્રકારો સાથે ગાળાગાળી કરી હોવાની વાત સ્વીકારવા તૈયાર નથી. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હું મારા બજરંગ બલીની મૂર્તિ બનાવવાના પ્રયાસ કરી રહ્યો છું, મે પત્રકારોને કેમેરો બાજુમાં મૂકીને સમજાવવાના પ્રયાસ કર્યાં હતા. હું કે ગાળો કે અપશબ્દો બોલ્યો નથી.
 
આ પહેલા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મહાદેવ તળાવમાં હનુમાનજીના મંદિરની કોઇ મેટર કોર્ટમાં નથી. કૌશિક ભાઇએ મંજૂરી આપી દેવી જોઇએ. બધા અધિકારીઓ ખોટા છે અને અધિકારીઓ કૌશિક ભાઇને ઊંધા માર્ગે લઇ જઇ રહ્યા છે અને હું જીવુ છુ ત્યાં સુધી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરીશ.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.