રાજકોટ / શાળાના વિદ્યાર્થીઓને ફીની રસીદ રોયલ સ્કૂલની પણ રિઝલ્ટ બહુચર વિદ્યાલયનું, DEOએ કહ્યું આ નિયમ વિરૂદ્ધ

ગુજરાત
ગુજરાત

રાજકોટ: રાજકોટમાં શનિવારે રોયલ સ્કૂલના વિદ્યાર્થીને અપશબ્દો કહી શિક્ષકે ફડાકા ઝીંકી લીધા હતા. જો કે માફી બાદ મામલો થાળે પડ્યો હતો. પરંતુ આ જ સ્કૂલમાં એક નિયમ વિરૂદ્ધની વાત બહાર આવી છે. એક વિદ્યાર્થીને ફીની રસીદ રોયલ સ્કૂલની આપી છે અને પરિણામ બહુચર સ્કૂલનું આપી દીધું છે. જો કે, બંને સ્કૂલના ટ્રસ્ટીઓ એક જ છે. પરંતુ DEO આર.એસ. ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે આ નિયમ વિરૂદ્ધ છે, પૂરાવા સાથે હકીકત જાણી ખુલાસો પૂછી આગળની કાર્યવાહી કરાશે.DEOને યોગ્ય તપાસ કરવાની NSUIએ માંગ કરી
શનિવારે માયાણી ચોક વિસ્તારમાં આવેલી ધ રોયલ સ્કૂલમાં ધો.9ના વિદ્યાર્થીને ટ્રસ્ટી ભાવેશ પટેલે બોલાવી અપશબ્દો કહી માર માર્યો હતો. વિદ્યાર્થીઓ રીસેસ દરમિયાન હળવાફૂલ રહી મજાક કરતા ટ્રસ્ટી ગુસ્સે ભરાયા હતા. જો કે સમગ્ર મામલે NSUI દોડી જઇ માફી મંગાવી હતી. આ પ્રકરણ હજી માંડ શાંત થયું ત્યાં ફરી નિયમ વિરૂદ્ધની પ્રવૃતિઓ સ્કૂલ દ્વાર થતી હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય પણ એક જ ટ્રસ્ટીની અન્ય શાળાઓમાં પણ આવું થાય છે કે કેમ તે અંગે DEOને યોગ્ય તપાસ કરવાની NSUIએ માંગ કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.