મોડાસા બાયપાસ કેનાલમાંથી શિક્ષકનો મૃતદેહ મળતા ચકચાર
WQ6BXObzi_0
મોડાસા બાયપાસ કેનાલમાંથી આજે સવારે શિક્ષકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. સર્વોદય હાઇસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકનો મૃતદેહ કેનાલમાં તરતો મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતાં શાળા સત્તાધિશો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સમગ્ર મામલે મોડાસા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં બાયપાસ કેનાલમાંથી શિક્ષકનો મૃતદેહ મળી આવ્યાનું સામે આવ્યુ છે. મોડાસાની સર્વોદય હાઇસ્કૂલમાં ફરજ બજાવતા જશવંત ખાંટનો આજે વહેલી સવારે માજૂમ ડેમની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે હત્યા કે આત્મહત્યા મામલે વધુ તપાસ હાથ ધરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.