જનતા કર્ફ્યુ : સુરત સજ્જડ બંધ, ટેક્સટાઈલ માર્કેટ, હીરા બજારમાં સન્નાટો છવાયો

Lepz-QzgPpE
ગુજરાત

જનતા કર્ફ્યુ
 
સુરતઃ શહેર કોરોના સામે ફરી એકવાર સજ્જડ સાબિત થયું છે. સુરતમાં સવારથી જ લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. જેથી રસ્તાઓ સૂમસામ નજરે પડી રહ્યા છે. જ્યારે એસટી. સિટી, મ્ઇ્‌જી બસો પણ બંધ રહેતા રસ્તાઓ પર અવર જવર પણ ઘટી ગઈ છે. સાથે જ રેલવે સ્ટેશને પણ એકલ દોકલ લોકો જોવા મળી રહ્યા છે. ચુસ્ત પણે કર્ફ્યુનો અમલ કરતા લોકોએ પોતપોતાની સોસાયટીઓના ગેટ પણ બંધ કરી દીધા છે. ટેક્સટાઈલ માર્કેટ, હીરા બજાર પણ બંધ રહ્યા છે.
 
કોરોનાના જાહેરનામા  ભંગનો ગુનો ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. વેડ રોડ પર ધાર્મિક કાર્યક્રમ રાખનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ મુજબ ગુનો નોંધાયો છે. ૭૦થી ૮૦ લોકો ભેગા થતા પોલીસે જાહેરનામા ભગનો ગુનો નોંધ્યો છે.
 
જનતા કર્ફ્યુને લઈને સુરતના તમામ વિસ્તારો સૂમસામ જોવા મળી રહ્યા છે.વરાછા, વેસુ, કતારગામ,અઠવલાઈન્સ સહિતના વિસ્તારો સૂમસામ જોવા મળી રહ્યા છે. સુરતમાં મેડિકલ, દૂધની ડેરી અને કરિયાણાની દુકાનો સિવાય અન્ય તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે.
 
સુરત રેલવે સ્ટેશન પર સન્નાટો છવાઈ ગયો છે. મુસાફરોથી ધમધમતું રહેતું સુરત રેલવે સ્ટેશન પર એકલ દોકલ મુસાફર જોવા મળી રહ્યા છે. જનતા કર્ફ્યુના કારણે રેલવે સ્ટેશન ઉપરની ખાણી-પીણીના સ્ટોલો પણ બંધ રહ્યા છે. રેલવે પ્લેટફોર્મ ઉપર માત્ર પોલીસ જવાનો જ બંદોબસ્ત કરતા નજરે પડી રહ્યા છે.
 
સુરત એસટી ડેપોમાં પણ સન્નાટો છવાયેલો છે.. મુસાફરોની અવર-જવરથી ધમધમતુ રહેતા એસટી સ્ટેશન પર પણ એકલ દોકલ અને પોલીસના જદવાનો જ નજરે પડી રહ્યા છે. જનતા કર્ફ્યુના કારણે એશટીની તમામ બસો બંધ કરી દેવામાં આવી છે.a

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.