ખંડણીખોર વિશાલ ગોસ્વામી સહિત ૩નાં રિમાન્ડ મંજૂર, ‘સબ્જી-ચોકલેટ’ જેવા કોડવર્ડથી પોલીસ હલવાઈ

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં વિશાલ ગોસ્વામીને આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો છે. તેની સાથે વિશાલ ગોસ્વામી, રીંકુ, અજયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તમને જણાવીએ કે સાબરમતી જેલમાંથી વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માગવાના કેસમાં ક્રાઇમ બ્રાંચે વિશાલ ગોસ્વામી ગેંગનાં સભ્યો સામે ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધીને તમામ લોકોની ધરપકડ કરી છે.
 
આ કેસમાં વિશાલ ગોસ્વામી, અજય ગોસ્વામી અને રિંકુ ગોસ્વામીની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. કોર્ટે આ ત્રણેયનાં આજે ૨૭મી જાન્યુઆરી સાંજે ચાર વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલે ૩૦ દિવસના રિમાન્ડની માગ કરી હતી. આરોપીઓ જેલમાંથી કોની સાથે ફોન પર વાત કરતા હતા તેની તપાસ જરૂરી બનતા તેમના રીમાન્ડ વધારવાની માંગણી કરી હતી. આ સિવાય વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ માટે પણ રિમાન્ડની માગ કરાઈ હતી.
 
બીજી બાજુ, કોર્ટમાં આરોપીના વકીલે પણ જોરદાર દલીલો રજૂ કરી હતી. આરોપીના વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, નવા કાયદા મુજબ ૩૦ દિવસના રિમાન્ડ ન આપવા જોઈએ. માત્ર ઇન્ટ્રોગેશન માટે ૩૦ દિવસનાં રિમાન્ડ ન આપવામાં આવે. આ સાથે વકીલે દહેશત પણ વ્યક્ત કરી કે, આરોપીઓનું એનકાઉન્ટર પણ થઇ શકે છે. જેથી આ ત્રણેવનાં ૨૭મી તારીખનાં ચાર વાગ્યા સુધીનાં સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં જેલમાં તે કઇ રીતે અને કોની કોની સાથે વાતો કરતો હતો તે જાણવામાં આવશે.
 
ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે કે, સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક શરૂ કરનારા વિશાલ ગોસ્વામીએ છેલ્લા ૮ મહિનામાં વેપારીઓ પાસેથી અંદાજે ૬૦ લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. દર મહિને બેથી પાંચ લાખની ખંડણી જેલમાંથી ધમકીઓ આપી વસૂલતો હતો. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વિશાલ ગોસ્વામી, તેના ભાઈ અજય અને સાળા રિન્કુની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક શરૂ કરનારા વિશાલ ગોસ્વામી એક ચોકલેટ એટલે ૧ લાખ અને શાકભાજી કોડવર્ડનો અર્થ હજુ સુધી ક્રાઇમ બ્રાંચ શોધી શકી નથી. બીજી તરફ વિશાલના આખા રેકેટમાં ખાખી વર્દીની પણ સંડોવણીની શંકા વ્યકત કરી રહ્યા છે. વિશાલ ગોસ્વામી પાસેથી મળી આવેલા મોબાઈલમાં સાંજે છ વાગ્યાથી રાત્રના એક વાગ્યા સુધી સતત ફોન કરતો હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલા ચાર ગેંગસ્ટર એક વેપારીના પરિવાર અને તેની રેકી કરતા અને વિશાલને રજેરજની માહીતી આપતા હતા. જેના આધારે વિશાલ જેલમાંથી વેપારીને સતત ધમકીઓ આપતો હતો.
 
સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહીને વિશાલ ગોસ્વામી વેપારીઓને ધમકી આપતો અને તેમના પરિવારના લોકેશન પણ કહેતો હતો. વેપારી અને તેના પરિવારની રેકી વિશાલના સાગરીતો કરતા હતા અને સંપૂર્ણ માહિતી વિશાલને આપતા તેથી તે ફોન કરી ધમકી આપતો હતો. વિશાલ સાગરીતોને કોડવર્ડમાં કહેતો કે એક ચોકલેટ વેપારી પાસેથી લઇ લેવી. એક ચોકલેટ એટલે એક લાખ થતાં હતા. આમ શાકભાજી નામનો કોડવર્ડ અંગે તપાસ ચાલી રહી છે. વિશાલ પાસે અમદાવાદ સહિત ગુજરાતના જૂના અને નવા જવેલર્સની માહિતી મળી આવી છે. ઉપરાંત અખબારોમાં આવતી માહિતીના આધારે ખંડણીના ટાર્ગેટ નક્કી કરવામાં આવતા હતા. છેલ્લા એકાદ વર્ષમાં જેલમાંથી વિશાલે જેલમાં રહીને બહારનું સામજ્ય ઊભી કરી દીધું હતું. જેલમાં રહીને વિશાલ માતબર રકમ મેળવી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
 
પોલીસ વિશાલ અને તેના પરિવારના કેટલા બંક એકાઉન્ટ છે અને તેમા કેટલા પૈસા ભરવામાં આવ્યા છે તેની માહિતી મેળવવા પોલીસ કાર્યવાહી કરશે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ સમગ્ર ઘટનાથી માહિતીગાર થતાની સાથે જ ઘટનામાં ત્વરિત કાર્યવાહી કરવા આદેશ કર્તા ગુનો નોધાયો હતો. જે આંગડીઓ દ્વારા વેપારીઓએ પૈસા મોકલ્યા તે આંગડીયા વાળાની પુછપરછ કરાશે. આ ટોળકી પાસેથી કેટલા સીમ કાર્ડ મળ્યા અને તે કોના નામે મેળવ્યા હતા તેની તપાસ કરાશે અને જો બીજાના નામે સીમકાર્ડ મેળવ્યા હશે તો ગુનો નોંધવામાં આવશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.