કોરોના : ઈમરાન ખેડાવાલા બાદ બદરૂદ્દીન શેખને કોરોના રિપોર્ટ પોઝિટીવ, ઓઢવ કોંગ્રેસના મહામંત્રી, એક MLA, કોર્પોરેટરને લાગ્યો ચેપ
રખેવાળ,ડીસા
ગાંધીનગરમાં મંગળવારે સ્વર્ણિમ સ્કૂલમાં મળેલી મીટિંગમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈમરાન ખેડાવાલા બાદ આજે AMCના પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજી બાજુ કોરોનાના દર્દી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પણ આજે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.
બદરૂદ્દીન શેખને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બદરૂદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખેડાવાલા બાદ બદરૂદ્દીન શેખને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ ઘટના બાદ બદરૂદ્દીન શેખને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. AMCના પૂર્વ વિપક્ષના નેતા કોરોનાની ઝપેટમાં આવી જતા હવે ગુજરાતમાં કોરોના વાયરસ નેતાઓને ભરડામાં લઈ રહ્યો છે. બદરૂદ્દીન શેખ પોતાના વિસ્તારમાં સેવા કાર્ય કરતા હતા. આ સિવાય ઓઢવ કોંગ્રેસના મહામંત્રીને કોરોનાનો ચેપ લાગ્યો છે, એક MLA અને હવે કોર્પોરેટરને કોરોનાએ પોતાના ભરડામાં લીધા છે.
રાજ્યમાં સીએમ સહિતના નેતાઓની ચિંતા વધી ગઈ હતી. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ હોવાની માહિતી મળી રહી છે. મંગળવારની ઘટના બાદ આજે CM રૂપાણીના સ્વાસ્થ્યનું પરિક્ષણ કરાયું હતું. જેમાં તેમનો રિપોર્ટ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમ છતાં ૮ દિવસ સુધી CM વિજય રૂપાણી કોઈને મળી શકશે નહીં. CM તમામ કામગીરી ટેક્નોલોજી આધારિત કરશે. મુખ્યમંત્રીના સચિવે સ્વસ્થ હોવાની માહિતી આપી હતી. આજે ડૉ.આર.કે.પટેલ અને ડૉ.અતુલ પટેલે વિજય રૂપાણીનું પરિક્ષણ કર્યું હતું.
અમદાવાદના જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકીય હડકંપ મચી ગયો છે. હાલમાં ખેડાવાલાના સંપર્કમાં આવેલા ૩૦ લોકોના સેમ્પલ લેવાયા છે તેમજ જમાલપુર સ્થિત દેવળીવાડા ફ્લેટ સેનિટાઇઝ કરાયો છે. ઇમરાન ખેડાવાલાના ડ્રાઇવર અને ભત્રીજાને હોમ ક્વોન્ટીન કરાયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ ૪૨ કેસો સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૪૦૪ પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમા ૧૪ લોકોના મોત નિપજ્યા છે અને ૧૪ લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. આજના ૪૨ કેસોમાં ૨૪ પુરુષ તેમજ ૧૮ મહિલાઓ છે.