અમદાવાદ : ૪૩૧ ફૂટ ઉંચા મા ઉમિયાના મંદિરનું નિર્માણ.

ગુજરાત
ગુજરાત

અમદાવાદઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું અને ભવ્ય જગત જનની મા ઉમિયાનું મંદિર બનવા જઈ રહ્યું છે. ૨૮-૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે. શિલાન્યાસ સમારોહના પ્રસંગે આજે ૨૭ ફેબ્રુઆરી ગુરૂવારના રોજ અમદાવાદમાં ‘ઉમિયા યાત્રા પરિભ્રમણ’ અર્થાત બાઈક-કાર રેલી યોજવામાં આવી છે. આ રેલીનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે રેલીનું ઘાટલોડિયાના પાટીદાર ચોકથી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં ૫૨ ગજની મા ઉમિયાની ધજા પણ લાવવામાં આવી હતી આ રેલી અમદાવાદના વિવિધ વિસ્તારમાં ૩૭ કિમીમાં ફરશે. જેમ બાઈક-કાર રેલીમાં લગભગ ૧૫૦૦થી વધુ બાઈક, ૩૦૦થી વધુ કાર, ૧૫ ટ્રેક્ટર, ૧૬ આઈશર જોડાઇ છે. રેલી અલગ અલગ વિસ્તારમાં ફરી સાંજે ૪ કલાકે વિશ્વ ઉમિયાધામ જાસપુર પહોંચશે. આ યાત્રામાં લગભગ ૧૦ હજારથી વધુ મા ઉમિયાના ભક્તો જોડાશે.
 
 
૪૩૧ ફૂટ ઉંચા મંદિરનું ૧૦૦ વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થશે. બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના ૨ લાખ ભક્તો ઉમટી પડશે.
 
 
– સવારે ૮થી ૧૨ કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા
 
– જગત જનની માં ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે
– બપોરે ૨ કલાકે ૧૧ હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે માં ગંગાના પવિત્ર જળ ભરેલાં ૧૦૮ કળશનું સ્વાગત અને    પૂજન કરાશે
– સાંજે ૪ કલાકે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાશે
 
– સવારે ૮ કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત ૯ શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન
– સાંજે ૪ કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ
– શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ (મ્છઁજી)અને શ્રી શ્રી રવિશંકર(આર્ટ ઓફ લિવિંગ    ફાઉન્ડેશન) આશીર્વચન આપશે
– શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારતભરના ૨૧ કરતાં વધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે
– શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.