અમદાવાદ જનતા કર્ફ્યુ શહેરીજનોએ બાલ્કની, બારી અને ડેલીએથી થાળીઓ વગાડી

lc4ctcfyxBI
ગુજરાત

 
 જનતા કર્ફ્યુ 
 
અમદાવાદઃ કોરોના વાઈરસને નાથવા માટે પીએમ મોદીએ તમામ દેશવાસીઓને ૨૨ માર્ચે જનતા કરફ્યુ રાખવા અપીલ કરી હતી. જેને લઈ રાજ્ય સરકારે તમામ એસટી બસો પણ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જનતા કરફ્યુના પગલે એસટી, મ્ઇ્‌જી,રેલવે સ્ટેશન સહિત બંધ જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા જનતા કફરફ્યુને અમદાવાદી જનતાએ પ્રચંડ સમર્થન કર્યું છે. અમદાવાદમાં લોકોએ ૪.૫૦ વાગ્યે જ ફ્લેટમાં ઘરની બાલ્કનીમાં બહાર આવી થાળી, તાળી, ઘંટી, શંખ વગાડી મીડિયા કર્મી, સફાઈકર્મીઓ, પોલીસ અને ડોક્ટરની કામગીરીને બિરદાવી હતી. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં થાળી- ઘંટડી, શંખ વગાડયો હતો
 
ઉપરાંત પરિમલ ગાર્ડન,લાલદરવાજા, મૂર્તિમંત કોમ્પલેક્ષ, માણેકચોક સોની બજાર સહિત શહેરના તમામ વિસ્તારો સજ્જડ બંધ રહ્યા છે. વહેલી સવારથી ગણતરીના વાહનો રોડ પર ફરતા જોવા મળ્યા હતા. લોકોએ દૂધ તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુઓનો એક-બે દિવસ પહેલા જ સ્ટોક કરી લીધો છે. જેના કારણે શનિવારે કરિયાણા તેમજ દૂધની ડેરીએ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. 
એસ.ટી. બસો અને ટ્રાવેલ્સો બંધ હોવાથી બહારગામના અનેક મુસાફરો અમદાવાદમાં અટવાઈ પડ્યા હતા. ઉત્તર ગુજરાત તરફ જવા માટે સુભાષબ્રિજ એસ.ટી. બસ સ્ટેન્ડ પર મુસાફરો અટવાઈ પડ્યા હતા. રાજસ્થાન તરફ જવા માટે આવેલા કેટલાક મુસાફરો પણ બસો અને ટ્રેન બંધ હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. નાસિકથી વહેલી સવારે આવેલા યુવકે જણાવ્યું હતું કે અમારે મહેસાણા જવું છે પણ કોઈ જ સાધન નથી મળતું તેમજ ખાનગી વાહનચાલકો ડબલ ભાડું વસૂલી રહ્યા છે. બસો બંધ હોવાના કારણે ખાનગી અને રિક્ષાચાલકો લૂંટ ચલાવી રહ્યા છે. સુભાષબ્રિજથી મહેસાણા જવાના ૨૦૦થી ૨૫૦ રૂપિયા વસુલ કરી રહ્યા છે. મહેસાણાના રહેવાસીએ જણાવ્યું કે અમે સવારે બહારગામથી આવ્યા છીએ અને મહેસાણા જવા માટે એક કલાકથી અહીં ઉભા છીએ છતાં કોઈ વાહન મળી રહ્યું નથી.
 
જનતા કરફ્યુને લઈ આજેAMTS અને BRTS  બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જેના પગલે શનિવારે સાંજથી જ BRTS બસ સ્ટેન્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા. સવારે BRTS બસ સ્ટેન્ડ પર એક વ્યક્તિ જોવા મળી ન હતી. તમામ BRTS બસ સ્ટેન્ડને આજે સાફ સફાઈ કરવામાં આવી છે અને ફ્યુમિગેશનની કામગીરી પણ કરવામાં આવી છે. AMTS બસો પણ બંધ જોવા મળી હતી. AMTS કે BRTS બસ સ્ટેન્ડ પર કોઈ માણસ બસની રાહ જોતા જોવા મળી ન હતી. તમામ AMTS અને BRTS બસો ડેપોમાં મુકવામા આવી છે. આ તમામ બસોને આજે સાફ સફાઈ કરવામા આવશે.
 
જનતા કરફ્યુને લઈને અમદાવાદના તમામ વિસ્તારો સુમસામ જોવા મળ્યા હતા. ત્રણ દરવાજા, આશ્રમ રોડ, પરિમલ ગાર્ડન, સહિતના વિસ્તારો સુમસામ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં મેડિકલ તેમજ દૂધની ડેરી તેમજ કરિયાણાની દુકાનો સિવાય અન્ય તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે. ત્યારે રોડ પણ સુમસામ થઈ ગયા છે.
 
કોરોનાના કહેરના કારણે જનતા કરફ્યુનું વડાપ્રધાને કરેલી અપીલને કારણે અમદાવાદમાં મોલ મલ્ટિપ્લેક્સ દુકાનોની સાથે મંદિરો પણ બંધ રહ્યા હતાં. ખાસ કરીને વર્ષો પછી ભદ્રકાળી મંદિર પણ બંધ કરી દીધું હતું, આ ઉપરાંત દરેક વિસ્તારમાં પણ મંદિરો બંધ રહ્યાં હતા, એટલું જ નહીં ભક્તો પણ ક્યાંય દેખાતા નહતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.