આઈપીએલ 2025 માં, ગુજરાત ટાઇટન્સની ટીમને લખનૌ સુપર જાયન્ટ્સ સામે 33 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ગુજરાતના બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા ન હતા અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ પણ ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. પરંતુ જો તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની તેની આગામી મેચ હારી જાય તો તેને પોઈન્ટ ટેબલના ટોપ-2 માંથી બહાર થવાનું જોખમ રહેલું છે. બીજી તરફ, જો પંજાબ કિંગ્સ અને આરસીબી ટીમો પોતપોતાની મેચ જીતી લે છે, તો તેમના માટે પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં રહેવું મુશ્કેલ બનશે. એટલા માટે લખનૌ સામેની મેચ જીતવી તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી.
Appreciate the fight. pic.twitter.com/itLBKxw00U
— Gujarat Titans (@gujarat_titans) May 22, 2025
LSG સામેની મેચમાં, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે ખોટો સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 235 રન બનાવ્યા, જેના જવાબમાં ગુજરાત ફક્ત 202 રન જ બનાવી શક્યું. ગુજરાત માટે સાઈ સુદર્શન અને શુભમન ગિલ સારું પ્રદર્શન કરી શક્યા નહીં. આ બંને ખેલાડીઓએ સારી શરૂઆત કરી હતી પરંતુ તેને મોટી ઇનિંગ્સમાં રૂપાંતરિત કરી શક્યા નહીં. સુદર્શને 21 રન અને ગિલે 35 રન બનાવ્યા. આ પછી ત્રીજા નંબરે આવેલા જોસ બટલર પણ 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. અંતે, શેરફેન રૂધરફોર્ડ અને શાહરૂખ ખાને સારી બેટિંગ કરી. શાહરુખે ૫૭ રન બનાવ્યા, પરંતુ આ ખેલાડીઓ ટીમને જીત અપાવી શક્યા નહીં. વિલિયમ ઓ’રોર્કે ત્રણ વિકેટ લીધી.