પ્રાકૃતિક ખેતી અને હાથ બનાવટની ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવાયા; પાલનપુર તાલુકાના પારપડા ખાતે રષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત બનાસકાંઠા ર્ડો હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ગ્રામ સંમેલન યોજાયું હતું.જેમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અંગે માર્ગદર્શન અપાયું હતું.
આ ગ્રામ સંમેલનમાં ગામડાઓમા સમરસતા, ગૌસેવા પ્રાકૃતિક ખેતી, જળ સંચય,વૃક્ષારોપણ જેવા અનેક પ્રકારના સમાજ લક્ષી કર્યો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને ગામડાઓમા ચાલતી વિવિધ સેવા કાર્યોના અનુભવનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. અને ગામડાઓ મા રોજગારી ની તકો વધે તે માટે સખી મંડળો દ્વારા વિવિધ ગૃહ ઉધોગો શરૂ કરી હાથની બનાવટ વાળી ચીજ વસ્તુઓ બનાવી માર્કેટ મા વેચાણ કરી બહેનો પગ ભર બને તેમાટે નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ ગામડાઓમા પ્રાકૃતિક ખેતી અને હાથની બનાવટ વાળી ચીજ વસ્તુઓના સ્ટોલ લગાડી રોજગારીની તકો ઉભી કરવામાં આવી હતી.