સીબીઆઈસી દ્વારા બહાર પડયું જાહેરનામુ : જીએસટીઆર ૯ ફોર્મ ભરવાનું નહિ રહે, અનુપાલનનો બોજો ઘટશે : દિવાળી પૂર્વે જ કરાયેલી જાહેરાતના પગલે વેપારીઓમાં આનંદની લાગણી
સેન્ટ્રલ બોર્ડ ઇન્ડિરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા નાના વેપારીઓ માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. જે મુજબ રૂ.ર કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતા નાના વેપારીઓને હવે વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.સીબીઆઈસીના જાહેરનામા મુજબ સત્તાવાર જીએસટી કાઉન્સિલની ભલામણ મુજબ સીજીએસટી એક્ટ ૨૦૧૭ની કલમ ૪૪(૧) ની જોગવાઇ મુજબ નોંધાયેલા વેપારી (વ્યક્તિ) કે જેનું કુલ ટર્નઓવર કોઇ પણ નાણાંકીય વર્ષમાં હોય તેને તે વર્ષના વાર્ષિક રિટર્ન (જીએસટીઆર ૯) ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
૧૭મી સપ્ટેમ્બરે સીબીઆઇસીના શિશન કુમારે બહાર પાડેલા આ જાહેરનામાં ૨૦૨૪-૨૫થી આગળ, વાર્ષિક રિટર્ન ફાઇલ કરવા સંબંધમાં રજાસ્ટ્રિડ વ્યક્તિ કે જેનું કોઈપણ નાણાંકીય વર્ષમાં સંકલિત ટર્ન ઓવર રૂા.૨ કરોડ સુધીનું છે તેને તે નાણાંકીય વર્ષ માટે વાર્ષિક રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ આપે છે. જે કરદાતાની વાર્ષિક આવક રૂા.૨ કરોડ ઉપરાંત છે, તેને રિટર્ન ફાઇલ અને ઈનપુટ ટેક્સ ક્રેડિટની માહિતી હોય છે. જે નાણાંકીય વર્ષ બાદની તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં ફાઇલ કરવાનું હોય છે. કરવું પડશે. વાર્ષિક રિટર્નમાં વેચાણ, ખરીદી, કર ચૂકવણી ઉલ્લેખનીય છે કે, સીબીઆઇસી દ્વારા દિવાળી પૂર્વે જ કરાયેલી આ જાહેરાતના પગલે વેપારીઓમાં પણ આનંદની લાગણી જન્મી છે. નવરાત્રીના પ્રારંભથી જ આવશ્યક જીવન જરૂરી ચીજ વસ્તુઓની લઈને મોટરકાર, દવાઓ સહિતના જીએસટીના દરમાં ઘટાડો જાહેર કરાયો છે. જેના પગલે ચીજ વસ્તુના ભાવ ઘટતા નવરાત્રીથી ખરીદી વધશે તેવી આશા રાખી રહ્યા છે.

