ભારતીય કિસાન સંઘ દ્વારા 45 દિવસમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પૂર્ણ કરવામાં આવે તેવી રજુઆત
રાજ્ય સરકારે ટેકાના ભાવ 1356 રૂપિયે મગફળી ખરીદવાની 11 તારીખથી શરૂઆત કરી હતી.માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂ કરાઇ હતી.જો કે સંતોષકારક કામગીરી ન થતાં ભારતીય કિસાન સંઘે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જેથી આજે સોમવારથી માર્કેટયાર્ડ દ્વારા મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ હતી. ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા સંઘ ,તેલીબિયાં દિવેલા સંઘ,અને ખાનગી એફપીઓની મુલાકાત લેતાં ત્રણેય સંઘો ખરીદી કરી રહ્યાં છે.જ્યાં દિવસના 100 ખેડૂતોની મગફળી લેવાની શરૂઆત કરવાની તૈયારી બતાવી છે.
ખેતીવાડી અધિકારી દ્વારા 90 દિવસમાં ખરીદી પૂર્ણ કરવાની ખાત્રી અપાઈ હતી.તો કિસાન સંઘ દ્વારા એવી માંગણી કરાઈ છે કે 45 દિવસમાં મગફળીની ખરીદીને પૂર્ણ કરી દેવામાં આવે એવી માંગ કરાઈ છે.સમયસર ખેડૂતને તેના પૈસા મળે અને ખેડૂતની જરૂરિયાત પૂરી થાય અને હાલમાં સંતોષકારક કામગીરી થઈ રહી હોવાનું ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ માવજીભાઈ પટેલે જણાવ્યું હતું.