ગ્રાઉન્ડ રિપોર્ટ; બનાસ નદી પર રૂ.૨૩.૩૩ કરોડના ખર્ચે મંજૂર થયેલ સબમર્સિબલ બ્રિજનું સ્થાન બદલવા ઉઠેલી માંગ

ગ્રાઉન્ડ રિપોર્ટ; બનાસ નદી પર રૂ.૨૩.૩૩ કરોડના ખર્ચે મંજૂર થયેલ સબમર્સિબલ બ્રિજનું સ્થાન બદલવા ઉઠેલી માંગ

માલગઢ થી ડીસા ડોલી વાસ સુધી બનનાર બ્રિજથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધશે

આ બ્રિજ કુપટ થી રાજપુર અથવા જુનાડીસા થી વીડી વચ્ચે બનાવવામાં આવે તો અનેક ગામોના લોકોને ઉપયોગી; ડીસા શહેરને રાજ્ય સરકારે માલગઢ, ડોલીવાસ ને જોડતા રોડ પર બનાસ નદી પર રૂ.૨૩.૩૩ કરોડના ખર્ચે સબમર્સિબલ બ્રિજ બનાવવા માટે મંજુરી આપી છે. પરંતુ આ બ્રિજ બનાવાથી ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. ઉપરાંત આ બ્રિજ માત્ર માલગઢ ગામના લોકોને ઉપયોગી થશે આજુબાજુ અન્ય ગામના લોકો ને આ રસ્તાનો ઉપયોગ થશે નહીં તેવો જનમત રહેલો છે. કારણે નેશનલ હાઇવે પણ નજીક આવેલ છે જો સબમર્સિબલ બ્રિજ માલગઢ ડોલીવાસ ની બદલે કુપટ થી રાજપુર શેરગંજ વચ્ચે બનાવવામાં આવે અથવા જુનાડીસા થી વીડી વચ્ચે બનાવવામાં આવે તો અનેક ગામોના લોકો આ બ્રિજ ઉપયોગી બની રહેશે.

ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના પ્રયત્નોથી મંજૂર થયેલ સબમર્સિબલ બ્રિજ ને જાહેરહિત ને લઇ વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ઉપયોગી બની શકે તે માટે માલગઢ ને બદલે કુપટ થી રાજપુર અથવા જુનાડીસા થી વીડી અથવૂ વાસણ થી વડાવલ વચ્ચે બનાવવામાં આવે તો હજારો નાગરિકોની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે. આ અંગે કેટલાક લોકો એ જણાવ્યું હતું કે માલગઢ ગામ થી નેશનલ હાઇવે પણ નજીક છે ઉપરાંત આ રસ્તો સીધો ડીસા બજારમાં મળતો હોવાથી લોકોને અટચણ રૂપ બની શકશે જ્યારે આ રસ્તા પર બ્રિજ બનાવવામાં આવે તો માત્ર માલગઢ ના લોકો ને ઉપયોગી બનશે અન્ય ગામો ના લોકો ઉપયોગ ઓછો કરી શકશે ત્યારે જાહેરહીત ને મંજુર થયેલ સબમર્સિબલ બ્રિજ અન્ય સ્થળે બનાવવા માં આવે તેવી માંગ છે.

જુનાડીસા નજીક બનનાર પ્રાણી સંગ્રહાલય ને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવે તેવી માંગ; જુનાડીસા નજીક વાસણા રોડ ઉપર કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનનાર છે. ત્યારે પ્રવાસીઓનો ઘસારો વધશે જેને ધ્યાનમાં રાખી જુનાડીસા નજીક બનાસ નદી પર બ્રિજ બનાવવામાં આવે તો આ વિસ્તારના લોકોને ત્યાંનો સીધો લાભ મળી શકે છે. આ ઉપરાંત ભીલડી દિયોદર લાખણી સહિતના થરાદ વાવ જિલ્લાના લોકોને પણ આ વિસ્તારમાં જવા માટે આ બ્રિજ ખૂબ ઉપયોગી બની રહે

બનાસ નદીમાં કાચા રસ્તા ઉપર પણ અત્યારે વાહનોની ખૂબ જ અવરજવર રહે છે; બનાસ નદીમાં કુપટ થી શેરગંજ રાજપુર થઈ અનેક લોકો ડીસા જતા હોય છે. જ્યારે વીડી થી જુનાડીસા વચ્ચે અને વાસણા થી વડાવળ ગામ વચ્ચે બનાસ નદીમાં કાચો રસ્તો આવેલો છે અને આ રસ્તા પરથી પાટણ વિસ્તારના ગ્રામ્ય પ્રદેશોમાં જવા માટે આ રસ્તાનો લોકો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે. અને લોકોને ખૂબ જ શોર્ટ રસ્તો પડતો હોવાના કારણે અવરજવર વધુ રહે છે તેવામાં જો આ રસ્તા ઉપર મંજુર થયેલ બ્રિજ બનાવવામાં આવે તો અનેક ગામડાના લોકોને ઉપયોગી બની શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *