ડીસા મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી; ખુલ્લા ખાડામાં ગાય ખાબકતા દોડધામ

ડીસા મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી; ખુલ્લા ખાડામાં ગાય ખાબકતા દોડધામ

ડીસા શહેરની મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ચાલી રહેલી નવીનીકરણની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કચેરી પરિસરમાં ખોદવામાં આવેલા ઊંડા અને ખુલ્લા ખાડામાં એક ગાય પડી જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ક્રેનની મદદથી ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી, જેને પગલે સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ડીસા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં હાલ નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા ઠેર-ઠેર ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે. જોકે, સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વગર આ ખાડાઓને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે.જ્યાં સૂચના મૂકી બોર્ડ મુકવાના હોવા છતાં તે મુકાયા નથી આજે અચાનક એક ગાય આ ખાડામાં ખાબકતા લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા  જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા અને અંતે ક્રેન બોલાવી ગાયને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ પરિસરમાં ૨૦ થી વધુ સરકારી કચેરીઓ આવેલી છે, જ્યાં રોજના હજારો અરજદારો અને વાહનોની અવરજવર રહે છે. આમ છતાં, કોન્ટ્રાક્ટર દ્વારા​કોઈપણ પ્રકારની વાડબંધી કરવામાં આવી નથી.​ચેતવણી દર્શાવતા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા નથી.

​ટેન્ડરના નિયમો મુજબની જરૂરી કામગીરીનું બોર્ડ પણ ગેરહાજર છે.​સદનસીબે આ ઘટનામાં ગાયને કોઈ ગંભીર ઈજા થઈ નથી, પરંતુ જો કોઈ અરજદાર કે બાળક આ ખાડામાં પડ્યું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક સુરક્ષાના પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *