ધાનેરા શહેરમાં ખેતરમાં પડેલા ઘાસમાં આગ : ખેડૂત પરિવારને લાખો રૂપિયાનું નુકશાન

ધાનેરા શહેરમાં ખેતરમાં પડેલા ઘાસમાં આગ : ખેડૂત પરિવારને લાખો રૂપિયાનું નુકશાન

ધાનેરા શહેરમાં મામા બાપજીના મંદિર પાસેના મોરણીયા વિસ્તારમાં વાર્ષિક ભાડા પટ્ટા પર ખેતર રાખી ખેત મજૂરી કરતા ખેડૂત સામળાભાઈ રૂડાજી માળીના ત્યાં પડેલા સૂકા ઘાસ ચારામાં સાંજના સમયે અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. જે બાબતે નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ફાયરમેન ઉત્તમસિંગ દ્વારા પાણીનો મારો ચલાવી ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

પરંતુ ત્યાં સુધીમાં અંદાજીત 5 ટ્રોલી સૂકું ઘાસ અને ઘાસ પર મુકેલા પિયતના ફુવારાની સામગ્રી બળીને ખાખ થઈ જતા ખેત મજૂરી કરતા ખેડૂત પરિવારને લાખો રૂપિયાનું નુકશાન થતા પરિવારે તંત્ર પાસે મદદ માટે વિનંતી કરી છે.

Related Articles