ડીસામાં ભગવાન વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી : શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું

ડીસામાં ભગવાન વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી : શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું

ડીસામાં ભગવાન વિશ્વકર્મા જ્યંતી નિમિતે યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન

શહેરના જલારામ મંદિર પાસે સ્થિત અને વર્ષ ૧૯૮૯માં નિર્મિત પ્રાચીન ભગવાન વિશ્વકર્મા મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વકર્મા જયંતીની ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. ૩૭ વર્ષ પૂર્વે સ્થાપિત આ મંદિરે સમગ્ર વિશ્વકર્મા પરિવાર અને સુથાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

​આ પાવન પ્રસંગે સુથાર સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શહેરના અનેક અગ્રણીઓ અને મહાનુભાવોએ હાજરી આપી. ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે ​નિલેશભાઈ ઠક્કર (પ્રમુખ, ડીસા નગરપાલિકા) શૈલેષભાઇ રાયગોર (ઉપપ્રમુખ, ડીસા નગરપાલિકા) સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રકાશભાઈ ભરતીયા, વિપુલભાઈ શાહ, ડો.સી.કે. પટેલ અને ડો. કિશોરભાઈ આશનાની, સુરેશભાઈ ત્રિવેદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ​કાર્યક્રમ દરમિયાન વિશ્વકર્મા પરિવારના પાયાના કાર્યકર એવા સ્વર્ગીય ચંદ્રકાન્તભાઈ સુથારને યાદ કરી તેમને ભાવભીની અંજલિ અર્પવામાં આવી હતી. સુથાર સમાજના આગેવાનો ચમનલાલ સુથાર, ગીરીશભાઈ ગજ્જર, ગણપતભાઈ સુથાર અને ભદ્રેશભાઈ મેવાડા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી ભવ્ય સન્માન કર્યું હતું.​વિશ્વકર્મા જયંતી નિમિત્તે મંદિરમાં વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજમાનોએ આહુતિ આપી વિશ્વ શાંતિની પ્રાર્થના કરી હતી. ત્યારબાદ વિશાળ ભોજન પ્રસાદ (ભંડારો) યોજાયો હતો, જેનો લાભ માત્ર ડીસા જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી આવેલા અસંખ્ય ભક્તોએ લીધો હતો. સમગ્ર વાતાવરણ “જય વિશ્વકર્મા” ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *