અંબાજીની જનરલ હોસ્પિટલ 50 બેડથી વધારીને સરકારે 100 બેડ થી અપગ્રેડ કરી

અંબાજીની જનરલ હોસ્પિટલ 50 બેડથી વધારીને સરકારે 100 બેડ થી અપગ્રેડ કરી

યાત્રાધામ અંબાજી ના જનરલ હોસ્પિટલ ને 50 બેડથી વધારીને સરકારે 100 બેડની મંજૂરી આપીને અપગ્રેડ કરી દેવામાં આવી છે, અંબાજી આસપાસમાં કોઈ અન્ય મોટી હોસ્પિટલ નથી ને ઓપીડીની સંખ્યા તેમજ પ્રસ્તુતાની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જતી હતી તેમ જ અંબાજી આસપાસ બનતી અકસ્માતાની ઘટના પણ વારંવાર બનતી હોય છે તેવામાં અંબાજીની હોસ્પિટલમાં માત્ર 50 બેડની સુવિધા હોવાથી અને સ્ટાફ પણ ઓછો હોવાના કારણે મહત્તમ કેસ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા પડતા હતા તેને લઈ અંબાજી જનરલ હોસ્પિટલ ન સુપ્રિન્ટેન્ડેટ ડૉ. વાય.કે મકવાણા દ્વારા સરકારને કરાયેલી સબળ રજૂઆતના પગલે અંબાજીની હોસ્પિટલને અપગ્રેડ કરીને 100 બેડની કરી દેવામાં આવી છે. સાથે ડાયાલિસિસ જેવી સુવિધામાં પણ વધારો કરાયો છે.

આ વિસ્તારની આદિવાસી મહિલાઓની પ્રસુતિ વખતે મહત્તમ લોહીની વિશેષ જરૂર પડતી હોવાથી પાલનપુર થી મંગાવું પડતું હતું પણ હવે આ સુવિધામાં પણ વધારો કરી આ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ સાથે બ્લડ બેન્કની પણ અંબાજી ખાતે મંજૂરી આપી દેવામાં આવી છે, જેને લઈને ખાસ કરી અંબાજી હોસ્પિટલમાં પાલનપુરની પેથાણી વોલેન્ટરી બ્લડ બેન્કના સંયુક્ત પણે આજે યોજેલા બ્લડ ડોનેશન કેમ્પમાં હોસ્પિટલની સ્ટાફ,ગ્રામજનો સહિત અનેક લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું અને હવે 100 બેડ ની હોસ્પિટલ કરાતા નિષ્ણાત તબીબો સહિત સ્ટાફમાં પણ વધારો થશે જેને લઇ પાલનપુર રીફર કરાતા કેસ મહત્તમ માં ઘટાડો થશે તેમ અંબાજી હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેટ.ડો. વાય કે મકવાણા,જનરલ હોસ્પિટલ અંબાજી  એ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *