આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીથી લોકોમાં રોષ; સરકાર દ્રારા ગરીબો અને મધ્યમ વર્ગને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને ગામડે ગામડે સરકારી દવાખાનાની સુવિધાઓ ઉભી કરાઈ છે. લોકોને આરોગ્ય માટે જરૂરી સુવિધાઓ સહિત જરૂરિયાતની મેડિશન (દવાઓ) પણ સરકારી દવાખાનામા જ મળી રહે છે. પરંતુ સરકારી દવા રસ્તે રઝળતી દેખાતા લોકોમાં રોષ છવાયો છે.
અમીરગઢમા આયરન અને ફોલિકએસિડની ગોળી કે જે ગર્ભવતી માતાઓને આપવામાં આવે છે.જે મોંઘી હોય છે. પણ આ દવાઓ સરકાર દ્રારા ગર્ભવતી મહિલાઓને ફ્રી અપાય છે એ દવાઓ ગમે ત્યાં ફેંકી રસ્તે રઝળતી જોવા મળી હતી. એ પણ એવી જગ્યાએથી જ્યા સવાર સાંજ બાળકો રમતા હોય છે જો આ દવા કોઈ બાળક રમતાં રમતાં જેમ્સ કેં ચોકલેટ સમજી ખાઈ જાય તો ઓવરડોઝ- પોઈઝન કે એક્સપાયરી ડેટની આડ-અસરથી બાળકનો જીવ જોખમાય તો જવાબદાર કોણ…? તેવો લોકોએ સવાલ કર્યો હતો.
આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારી બી.એસ. વ્યાસને જાણ કરાતાં તેઓ જાણી જોઈને અજાણ બની ગયા હતા.હકીકતમાં જો આ દવાઓ વેસ્ટ હોય તો બાયોમેડિકલ વેસ્ટની ગાડીમાં નંખાય પણ આમ ગમે ત્યાં ન ફેકી દેવાય…!
એક બાજુ લોકોને આરોગ્યની સુવિધાઓ નથી મળી રહી અને જો મળે છે ત્યાં દવાઓ ઘણી વાર નથી મળતી. ડૉ.ખાનગી મેડીકલની દવાઓ લખે છે. તો ભાવ ઊંચા આપવા પડે છે. પણ આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ આ બાબતે લાપરવાહ છે. આવી ઘોર બેદરકારીથી સરકાર અને પબ્લિક બન્નેના પૈસાનો વેડફાટ થાય છે. કારણ કે આખરે પબ્લિકના જે-તે ટેક્સમાંથી જ તો તેમને પગાર અને લોકોને સરકારી સુવિધાઓ મળી રહી છે તો જીલ્લા આરોગ્ય વિભાગ આ બેદરકારીની નોંધ લઇ યોગ્ય કાર્યવાહી કરે તેવો જનમત પ્રવર્તે છે.