સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયા મોંઘું થશે આ કારણે, હવે તમારે પ્રતિ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ અને ટ્રમ્પના ટેરિફ વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે. સમાચાર અનુસાર, જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે છૂટક ભાવો પર આની કેટલી અસર પડશે. સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો થશે. હાલમાં ગુજરાતમાં પેટ્રોલ 94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં. આને ક્રૂડ ઓઇલના ઘટાડેલા ભાવ સામે એડજસ્ટ કરવામાં આવશે.

- April 7, 2025
0
75
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next