ખેડૂતો માટે માઠા સમાચાર; 22 મે થી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના

ખેડૂતો માટે માઠા સમાચાર; 22 મે થી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના

38 ડીગ્રીના તાપમાન વચ્ચે અસહ્ય ઉકળાટ અને બફારા થી પ્રજાજનો ત્રાહિમામ; બનાસકાંઠા જિલ્લામાં થોડા મે મહિનાની શરૂઆતના પ્રથમ સપ્તાહમાં ભરેલા કમોસમી વરસાદ બાદ મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહ્યુ છે. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી બફારા અને ગરમીથી લોકો તોબાહ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગ ઓકતી ગરમી વચ્ચે હવામાન વિભાગે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં આગામી તા.22 મે થી ફરી પાછા ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતાં વરસાદી ઝાપટાં પડે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદ થઈ રહ્યો છે. જેમાં ફરી એકવાર સમગ્ર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. એક તરફ આગ ઓકતી ગરમી પડી રહી છે અને લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એકવાર વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી છે. સામાન્ય રીતે તા.૧૫ જૂન આસપાસ રાજ્યમાં ચોમાસું શરૂ થતું હોય છે અને તે અગાઉ પડતો વરસાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હેઠળ ગણવામાં આવી રહ્યો છે આ ઉપરાંત અરબી સમુદ્ર અને બંગાળની ખાડી ના દરિયામાં પણ ભારે હલચલ જોવા મળી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં મે ના અંતમાં વાવાઝોડાની પણ્ શક્યતાઓ રહેલી છે.

19,20 અને 21મે; સાબરકાંઠા અરવલ્લી

22,23 અને 24મે; સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ બનાસકાંઠા વરસાદ થવાની સંભાવના

આ વર્ષ ચોમાસું વહેલું બેસવાની શક્યતાઓ 27 મે આસપાસ કેરળમાં ચોમાસું પહોંચી જશે; આ વર્ષે દેશમાં ચોમાસુ વહેલુ શરૂ થવાની શક્યતાઓ છે. બીજી તરફ હવામાન નિષ્ણાતોના મતે અરબી સમુદ્ર અને ખંગાળની ખાડીમાં વાવાઝોડું  સર્જાઈ શકે છે. જેથી વચ્ચે ચોમાસુ આગળ વધી રહ્યું છે જેથી 27 મે આસપાસ ફેરળમાં વિધિવત યોમાસાની એન્ટ્રી થઈ જવાની શક્યતા છે. છેલ્લા બે દિવસ થી અંદનામ નિકોબાર માં પ્રિ-મોન્સુન એક્ટિવિટી હેઠળ ભારે વરસાદ પણ રહ્યો છે અને ચોમાસાનો પ્રથા રાઉન્ડ પણ ઝડપી શરૂ થઈ શકે છે. ત્યારબાદ ચોમાસુ આગળ વધીને મુંબઈ થઈ ગુજરાત પહોંચશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે.

અરબી સમુદ્રમાં સર્જાનાર વાવાઝોડા ના કારણે વાતાવરણમાં મોટો પલટો આવશે; આ અંગે કેટલાક હવામાન નિષ્ણાતોના મતે ચોમાસા ની વિધિવત શરૂઆત થાય તે પહેલા અરબી સમુદ્રમાં વાવાઝોડાના સંકેત મળી રહ્યા છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થવાની શક્યતાઓ રહેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *