મહેસાણામાં મોઢેરા ચોકડી પરથી કડી જવા માટે રિક્ષામાં બેઠેલા એક મહિલા પાસેથી સોનાના દોરાની ચોરી થઈ છે. કુંડળ ગામના 50 વર્ષીય રેખાબેન પ્રજાપતિ મહેસાણામાં તેમના નાના ભાઈને મળવા આવ્યા હતા.સાંજના સમયે ઘરે પરત ફરવા માટે મોઢેરા ચોકડી પર વાહનની રાહ જોઈ રહ્યા હતા. રાધનપુર ચોકડી તરફથી આવેલી પીળા રંગની રિક્ષામાં તેઓ બેઠા. રિક્ષામાં પહેલેથી જ ત્રણ મહિલાઓ પાછળની સીટ પર અને ડ્રાઈવર સાથે બે પુરુષો આગળની સીટ પર બેઠેલા હતા.થોડે દૂર જતાં ડ્રાઈવરે ડ્રાઈવિંગમાં તકલીફનું બહાનું કાઢી એક પુરુષને પાછળની સીટમાં બેસાડ્યો. પાછળ બેઠેલા લોકોએ રેખાબેન સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. નાગલપુર ચોકડી પર રિક્ષા ચાલકે વધુ મુસાફરોનું બહાનું બતાવી રેખાબેનને ઉતારી દીધા.ત્યારબાદ રેખાબેનને ખ્યાલ આવ્યો કે તેમના ગળામાં પહેરેલો દોઢ તોલાનો સોનાનો દોરો ગાયબ છે. તેમણે મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 1.35 લાખની કિંમતના દોરાની ચોરી માટે રિક્ષા ચાલક, ત્રણ મહિલાઓ અને બે પુરુષો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે.

- June 17, 2025
0
333
Less than a minute
You can share this post!
editor