ઊંઝા તાલુકાના ભાંખર ગામે રબારી વાસના નાકે આવેલ બંધ મકાનમાંથી તસ્કરો ત્રાટક્યા હતા. ઘરના વચ્ચેના રૂમમાં રાખેલ પતરાના ડબામાં મુકેલ તેમજ પતરાની પેટીમાં મુકેલ સોના ચાંદીના દાગીના કી રૂ 8.2 લાખની કોઈ અજાણ્યો ઇસમો ચોરી કરી લઈ જતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મુંબઈ નયા નગર સીતાપાર્ક સોસાયટી ખાતે રહેતા સાબેરાબીબી સાકીર મિયાં સૈયદ રહે છે. જેઓનું ભાંખર ગામે રબારી વાસના નાકે મકાન આવેલું છે. જે બંધ રહે છે.
આ મકાનમાં ગઇ તા.2 સપ્ટેમ્બર 2025 થી 8 ડિસેમ્બર 2025ના સમયગાળામાં કોઈપણ સમયે ઘરના વચ્ચેના રૂમમાં રાખેલ એક પતરાના ડબામાં સોનાના ઘરેણા કુલ સોનાના ઘરેણા જેનું કુલ વજન આશરે 3.5 તોલા જેની આશરે કુલ કી રૂ 3,50,000 તથા પતરાની પેટીમાં રાખેલ સોનાના તથા ચાંદીના દાગીના જેનું કુલ વજન આશરે 3 તોલા જેની આશરે કી રૂ 3,00,000 તથા ચાંદીના ઘરેણા જેનું આશરે 950 ગ્રામ વજન જેનું કુલ રૂ 1,52, 000મળી આશરે કુલ કી રૂ 8,02,000 ની મત્તાની કોઈ પણ ચોર ઇસમ કોઇ પણ રીતે ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે સાબેરામિયા નિવેદને આધારે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

