Gujarat@75 થીમ પર લોગો સ્પર્ધાએ ગુજરાત રાજ્યના સ્થાપનાને 75 વર્ષ પૂરા થવાના અવસરે આયોજિત એક રચનાત્મક અને લોકભાગીદારી કાર્યક્રમ છે. આવી સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ છે કે લોકોમાં રાજ્યોના ઈતિહાસ, વિકાસ, સંસ્કૃતિ અને ગૌરવ વિશે જાગૃતિ ફેલાય અને તેનું સર્જનાત્મક પ્રદર્શન થાય.
Gujarat@75 થીમ પર લોગો સ્પર્ધા વિશે લોકોમાં માહિતી પહોંચે તે માટે જિલ્લા માહિતી કચેરી, પાટણ દ્વારા ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે સેન્ટર ગ્રંથાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને Gujarat@75 થીમ પર લોગો સ્પર્ધા વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત Gujarat@75 થીમ પર લોગો સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા. આ પહેલ ગુજરાતની સ્થાપનાના ૭૫માં વર્ષની ઉજવણીને જનભાગીદારીથી સર્વ-સમાવેશક અને સર્વવ્યાપી બનાવવાનો એક નવીન પ્રયાસ છે. એટલું જ નહિં, આ સ્પર્ધા દ્વારા નાગરિકો ગુજરાતના વારસા, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાઈ શકશે અને વિજેતા થયેલ લોગો Gujarat@75 માટે એક આગવું ગૌરવ, આગવી ઓળખ અને વિશેષતા બની રહેશે. વાઇબ્રન્ટ હેરિટેજ, વિઝનરી ફ્યુચર’ થીમ પર રાષ્ટ્રીય લોગો ડિઝાઇન સ્પર્ધા જાહેર. 28 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી MyGov.in પર એન્ટ્રી સબમિટ કરી શકાશે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ₹3 લાખનું ઈનામ ઉપરાંત સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવશે.

