બોલીવુડ ના કલાકાર ગોવિંદા ની ધર્મપત્ની અને રોમા માણેક અંબાજી દર્શને પહોચ્યા

લાભ પાંચમ ને લઇ અંબાજી માં ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી એટલુંજ નહિ આમતો ભાઈ બીજ ના દિવસે અનેક ફિલ્મ કલાકારો અંબાજી દર્શને આવવાની એક પરંપરા જોવા મળતી હતી પણ એ પરંપરા તૂટી જતા હવે આ વખતે લાભપાંચમ થી નવી પરંપરા શરુ થાય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ જગત ની એક્ટ્રેસ રોમા માણેક તેમજ હિન્દી ફિલ્મ જગતના મોટા ગજાના કલાકાર કહેવાતા ગોવિંદા ની ધર્મપત્ની સુનિતા માતાજી ના દર્શાનર્થે પહોંચ્યા હતા ત્યાં ચાચરચોક માં મંદિર ના વહીવટદાર ધ્વરા ખેસ પહેરાવી આ બંને કલાકારો ન સન્માન કરાયું હતું.

ત્યાર બાદ અંબાજી મંદિર માં માતાજી ને નતમસ્તક થઇ માતાજી ના આશીર્વાદ મેળવ્યા હતા જોકે અંબાજી માં પહોંચેલા ફિલ્મ સ્ટાર ગોવિંદા ની ધર્મપત્ની સુનિતાજી એ જણાવ્યું હતું કે મારા દીકરા ની ફિલ્મ શરુ થઇ રહી છે અને તે પિક્ચર સુપર હિટ થાય તે માટે પૂજા કરવા આવી છું સાથે જણાવ્યું હતું કે મારો દિકરો પોતાના પિતા કરતા પણ મોટો એક્ટર બને તેવી કામના કરી હતી અને તેની પિક્ચર સુપર ડુપર થશે ત્યારે ફરી અંબાજી માં આવી માતાજી ને ધજા ચઢાવવાનો પ્રણ લીધા હોવાનુ સુનિતાજી (ફિલ્મ સ્ટાર ગોવિંદા ની ધર્મ પત્ની)મુંબઈ એ જણાવ્યુ હતુ.

જોકે આ પ્રંસગે રોમા માણેકે જણાવ્યું હતું કે માતાજી તમામ ની મનોકામના પૂર્ણ કરે સૌ નું કલ્યાણ થાય તેવી અપેક્ષા સાથે રોમા માણેક અને ફિલ્મ સ્ટાર ગોવિંદા નિ ધર્મપત્ની સુનિતાજી એ માતાજી ના મંદિર ના શિખરે ધજા પણ ચઢાવી રોમા માણેક (ફિલ્મ કલાકાર)મુંબઈ હોવાનુ જણાવ્યું હતું

subscriber

Related Articles