પ્રેમીકાએ પોતાના પ્રેમીને પામવા દ્રશ્યમ ફિલ્મની જેમ આધેડ પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો

પ્રેમીકાએ પોતાના પ્રેમીને પામવા દ્રશ્યમ ફિલ્મની જેમ આધેડ પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો

પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પ્રેમી યુગલ ને ઝડપી કાર્યવાહી હાથ ધરી

પાટણના સાંતલપુરના જાખોત્રા ગામે ફિલ્મી ઢબે આધેડની હત્યા કરાઇ હોવાનો ચકચારી મામલો સપાટી પર આવ્યો છે. આ કિસ્સાને દ્રશ્યમ ફિલ્મને જોયા બાદ અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. યુવક-યુવતિએ એકબીજા સાથે રહેવા માટે આ ગુનાને અંજામ આપ્યો હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. જો કે, પોલીસે ગણતરીના સમયમાં હત્યાના આરોપી જોડાની ધરપકડ કરી છે. જે બાદ બંને વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાટણના સાંતલપુરના જાખોત્રા ગામે તાજેતરમાં તળાવ પાસે સળગેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસનું પગેરૂં યુવક-યુવતિ સુધી પહોંચ્યું હતું. શંકાના આધારે બંનેની પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત ખુલવા પામી હતી. પોલીસને જાણવા મળ્યું કે, ગીતા અને ભરત વચ્ચે પ્રેમ હતો. બંને એકબીજા સાથે રહેવા માંગતા હતા. તાજેતરમાં દ્રશ્યમ ફિલ્મ જોઇને તેમણે હત્યાનો પ્લાન ઘડી દીધો હતો. પ્લાન મુજબ વૌવા ગામની સીમમાં આધેડને પકડીને તેમની હત્યા કરવામાં આવી હતી. પ્રેમી ભરતે આ ગુનાને અંજામ આપ્યો હતો.

હત્યા બાદ આધેડના મૃતદેહને તળાવ પાસે મુકીને તેને પોતાના કપડાં અને પગમાં ઝાંઝર પહેરાવ્યા હતા બાદમાં રાત્રીના એક વાગ્યે બંનેએ આધેડના મૃતદેહ પર પેટ્રોલ નાંખીને તેને સળગાવી દીધો હતો. ઘટના બાદ બંને નાસી છુટ્યા હતા. જો કે, પોલીસે ગણતરીના સમયમાં જ બંનેને દબોચી લઇને કેસ ઉકેલી કાઢ્યો છે. આ મામલે બંને સાથે રહેવા માંગતા હોવાથી આ પગલું ભર્યું હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીને પકડી પાડીને મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *