બનાસકાંઠા જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિ વરસાદની આગાહી
ગુજરાત રાજ્ય પર લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય અને ટ્રફ લાઈન જેવી વરસાદ ની ચાર સિસ્ટમો સક્રિય હોવાથી હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે વરસાદ થવા પામ્યો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા આપેલા રેડ એલર્ટ પ્રમાણે વહેલી સવારથી જ દાતા અંબાજી સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો જેમાં મોડી સાંજ સુધી જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ નું જોર યથાવત રહેશે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સતર્ક બન્યું છે.
જેમાં જિલ્લા વહીવટી તંત્રે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપ્યો છે. આ સિવાય જિલ્લાના નદીકાંઠા અને ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. આ સિવાય કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિમાં જિલ્લા અને તાલુકા કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. બનાસ નદી અને સિપુ નદીના સંગમ વિસ્તારની આસપાસના ગામોમાં રહેતા લોકોને વિશેષ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. તલાટી કમ મંત્રીઓને આગામી ૪૮ કલાક સુધી કોઈપણ સંજોગોમાં હેડક્વાર્ટર ન છોડવાની સૂચના અપાઈ છે.
ભારે વરસાદ અને આકાશી વીજળી પડતા ઠેરઠેર ભારે નુકસાનીના સમાચાર
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપેલા ભારે વરસાદની આગાહી મુજબ શનિવારની વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્ા સર્જાઈ હતી જ્યારે ગાજવીજ સાથે વરસાદ થતા આકાશી વીજળી પડવા ના પણ બનાવો બન્યા હતા જેમાં થરાદ તાલુકામાં તાલુકાનાં ઇઠાટા ગામમાં આકાશી વીજળી પડવાથી એક ભેંસનું મોત નિપજ્યું છે. પશુપાલક ભગવાનભાઈ વજીર ને મોટું આર્થિક નુકસાન થયું છે
ભાદરવી પૂનમના મહા મેળામાં પણ ભાવિકોએ વરસાદની મોજ માણી
મા અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળાને લઇ અનેક યાત્રિકો દર્શનાર્થે જતાં હતા તે સમયે વરસાદ શરૂ થતા અનેક પદયાત્રિકો એ પણ ચાલુ વરસાદમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધાના આસ્થાને લઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું
ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઇ અમદાવાદ, ભાવનગર, દ્વારકામાં NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવેલી છે. ત્યારે જૂનાગઢ, કચ્છ, મહેસાણામાં NDRFની 1-1 ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. મહીસાગર, પોરબંદર, રાજકોટમાં NDRFની 1-1 ટીમ તથા સાબરકાંઠા, સુરત, વલસાડમાં પણ NDRFની 1-1 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ સાથે જ SDRFની 20 ટીમ પણ અલગ અલગ જિલ્લાઓમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે.
Beta feature


