જેમોલોજીકલ હીરાનું ફોર સી પ્રમાણે ગ્રેડિંગ ન થતાં વિશ્વસનીયતામાં મુશ્કેલી થશે
નેચરલ હીરાનું ફોર સી ગ્રેડિંગ થાય છે એટલે તેનું ચોક્કસ મૂલ્ય નક્કી થાય છે.
જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (જીઆઈએ) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેવી રીતે નેચરલ હીરાનું ફોર સી પ્રમાણે ગ્રેડિંગ કરવામાં આવે છે. તે પ્રમાણે લેબગ્રોન હીરાનું ગ્રેડિંગ કરવામાં આવશે નહિ જીઆઈએના આ નિર્ણયના કારણે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી ખળભળાટ મચી ગયો છે. સમગ્ર વિશ્વમાં ફોર સી આધારે હીરાનું ગ્રેડીગ થયા બાદ તેનું મૂલ્ય નક્કી થાય છે પરંતુ લેબગ્રોન હીરાનું ફોર સી પ્રમાણે ગ્રેડીગ કરવામાં નહિ આવે. જેને કારણે લેબગ્રોન હીરાની વિશ્વસનીયતામાં ઘટાડો થશે.તેવો હીરાના વેપારીઓનો મત છે.હીરા વેપારીઓનું કહેવું છે કે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર તેની માઠી અસર પડશે.
હીરા બજારમાં ફોર સી એટલે શું; હીરાની ગુણવત્તા માપવા માટે જીઆઈએએ વર્ષોથી જે માપદંડ સ્થાપ્યા છે. જેમાં હીરાનું કટિંગ કલર ક્લિયારીટી અને કેરેટ (વજન) ના આધારે હીરાનું મૂલ્ય અને ભાવ નક્કી થાય છે.સમગ્ર વિશ્વમાં હીરાની કિંમત અને ગુણવતા આ ચાર માપ દંડ ઉપર આધાર રાખે છે.
આ નિર્ણય ચિંતાનો વિષય છે; બનાસકાંઠા જિલ્લા ડાયમંડ ફેકટરી એસોશિયેશનના પ્રમુખ અમરતભાઈ ફોસીએ જણાવ્યું હતું કે હાલમાં જે લેબગ્રોન હીરાનું ગ્રેડિંગ ન કરવા પાછળનું કારણ શું છે એ મને સમજાતું નથી ઓરીજનલ હીરાને એની પેરિટી કલર ચેક કરી શકાતું હોય તો લેબગ્રોનને કેમ નહીં ? આ એક મોટું ષડયંત્ર છે. આવું કરવામાં આવશે તો એક બાજુ મંદીમાં આ વ્યવસાય સપડાયેલો છે.તો વધુ મંદીમાં આવશે.