ડીસામાં શુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્ત્રી સમાજ દ્વારા આયોજિત ગરબા મહોત્સવનો શુભારંભ

ડીસામાં શુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્ત્રી સમાજ દ્વારા આયોજિત ગરબા મહોત્સવનો શુભારંભ

ડીસામાં નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શુભમ પાર્ટી પ્લોટ ખાતે “સ્ત્રી સમાજ” દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ ડીસાના પૂર્વ ધારાસભ્ય  શશિકાંત પંડ્યાની ઉપસ્થિતિમાં થયો હતો.

​કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શશિકાંત પંડ્યાએ માં અંબાની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, “નવરાત્રિ દરમિયાન ડીસામાં હોવું અને ખાસ કરીને માં અંબાની આરાધના કરવા પંડાલમાં આવવું એની એક અલગ જ અનુભૂતિ હોય છે.” તેમણે ખેલૈયાઓના ઉત્સાહ અને ઉમંગની પણ પ્રશંસા કરી. ખેલૈયાઓનો ઉત્સાહ જોઈને તેમણે પણ ગરબાના રંગમાં રંગાઈને નવરાત્રિની અનોખી ઉર્જાનો અનુભવ કર્યો હતો.

​સ્ત્રી સમાજ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર ગરબે ઘૂમીને આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે ઉપસ્થિત સૌ કોઈએ મન ભરીને આ તહેવારની ઉજવણી કરી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *