ડીસામાં ગંગેશ્વર વસ્તી દ્વારા વિરાટ હિન્દુ મહા સંમેલન યોજાયું

ડીસામાં ગંગેશ્વર વસ્તી દ્વારા વિરાટ હિન્દુ મહા સંમેલન યોજાયું

બાબા બર્ફાનીના દર્શને આકર્ષણ જમાવ્યું

મહાશિવરાત્રી અને સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ડીસાની ગંગેશ્વર વસ્તી દ્વારા સાંખલા ફાર્મ પાસે ‘વિરાટ હિન્દુ મહાસંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ આકર્ષણ તરીકે બરફમાંથી નિર્મિત બાબા અમરનાથ (બર્ફાની મહાદેવ) ના દર્શન કરી હજારો નગરજનોએ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ટેટોડાના પૂજ્ય રામરતનદાસજી મહારાજ, ભાખરના પૂજ્ય ચંદનગિરીજી મહારાજ અને ભાચરવાના આનંદગિરિ મહારાજે પ્રેરક આશીર્વચન પાઠવ્યા હતા.

​આ કાર્યક્રમ ના  મુખ્ય વક્તા RSS ગૂર્જર પ્રાંતના બૌધિક પ્રમુખ જશુભાઈ ચૌધરીએ સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ અને કુટુંબ પ્રબોધન જેવા પંચ પરિવર્તનો પર ઓજસ્વી વક્તવ્ય આપ્યું હતું જેમાં ​શિવકાલીન યુદ્ધકલા, આદિવાસી નૃત્ય અને કુટુંબ પ્રબોધન નાટકોએ જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી.સોમનાથ ગૌરવ ગાથા, સંસ્કૃત પ્રદર્શની અને અંગદાન જાગૃતિના ટેબ્લો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ ​કાર્યક્રમના અધ્યક્ષ બાબુભાઈ માળીએ સભા સંબોધી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા ભાવેશભાઈ ચૌધરી, પ્રો. ભાનુભાઈ પટેલ સહિત અનેક કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતે મહાઆરતી અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *