પાટણ એલસીબી પોલીસે વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારના લીમગામડા ગામની સીમમાંથી વીજ વાયર ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી ગામના કોતરવાડીયાવાસના સહિત 4 શખ્સોને પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી જીઈબીની નવી વીજ લાઈનમાંથી ચોરી કરેલા 180 કિલો એલ્યુમિનિયમ વાયર મળી આવ્યા છે, જેની કિંમત રૂ. 36,000 છે. પોલીસે ચોરીમાં વપરાયેલી ઈકો ગાડી (કિંમત રૂ. 3 લાખ) અને એક મોટરસાઈકલ (કિંમત રૂ. 25,000) પણ જપ્ત કર્યા છે. કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. 3.61 લાખ છે. પકડાયેલા અન્ય આરોપીઓમાં રાજેશજી રમેશજી ઠાકોર (શિહોરી), અલ્પેશજી ઠાકોર (ટોટાણા) અને દિનેશભાઈ અરજણભાઈ ભરવાડ (શિહોરી)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ કાંકરેજ તાલુકાના રહેવાસી છે. પોલીસે આરોપીઓની ધરપકડ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(ઇ) હેઠળ કરી છે અને વધુ તપાસ માટે વારાહી પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

- February 27, 2025
0
57
Less than a minute
You can share this post!
editor