મહેસાણામાં હનીટ્રેપમાં લોકોને ફસાવી રૂપીયા પડાવતી ગેંગ ઝડપાઈ: ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

મહેસાણામાં હનીટ્રેપમાં લોકોને ફસાવી રૂપીયા પડાવતી ગેંગ ઝડપાઈ: ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

મહેસાણા જિલ્લામાં અને શહેરમાં છેલ્લા કેટલાય સમયથી હનીટ્રેપની માયાજાળમાં કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેવાતો હતો. જેની જાણ મહેસાણા પોલીસ વિભાગને થતા ગણતરીના કલાકોમાં જ ગેંગને પકડી પાડી એ ડીવીઝન પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

ગત તા-૨૫/૦૩/૨૦૨૫ના રોજ સાંજના હનીટ્રેપનો શિકાર ભોગ બનનાર ફરીયાદીએ મહેસાણા શહેર એ.ડી પોલીસ મથકે આવી હકીકત જણાવેલ હતી. જેમાં ગત તા-૦૪/૦૨/૨૦૨૫ના રોજ ફરીયાદી તેમજ તેના મિત્ર મહેસાણા સાઇબાબા મંદીરે હતા તે વખતે તેમના મિત્ર મોબાઇલ ફોન ઉપર આ કામના આરોપી રાવળ મીનાબેન જસવંતભાઇએ ફોન કરી મંદિરની નજીક આવેલ સોસાયટીમાં મારૂ ઘર છે તેમ કહી ઘરે ચા-પાણી કરવા બોલાવેલા અને ફરીયાદી અને તેમના મિત્ર આ મીનાબેનના ઘરે ગયેલ અને ચા-પાણી કરતા હતા તે દરમ્યાન ત્યાં ઘરમાં અન્ય એક સ્ત્રી વાઘેલા કિંજલબેન વા/ઓફ વિમલસિંહ રહે.રામોસણા તા.જી.મહેસાણાવાળી ઘરમાં હોય અને તે વખતે આ મીનાબેન ફોન ઉપર વાત કરતા કરતા આ કામના સાહેદને ઘરની બહાર બોલાવેલ અને તે વખતે આ કિંજલે રસોડામાંથી બુમ પાડતા આ કામના ફરીયાદી દોડીને અંદર જતા તેણે રસોડાની આગળના રૂમનો દરવાજો બંધ કરી દીધેલ અને ફરીયાદી કઇ સમજે તે પહેલા જે બહારથી દરવાજો જોર જોરથી ખખડાવવાનો અવાજ આવવા લાગેલ અને આ કિંજલે દરવાજો ખોલતા આ કામના અન્ય આરોપીઓ રાવળ મીનાબેન જસવંતભાઇ રહે. દેદીયાસણ તથા વિક્રમકુમાર દિપકભાઇ પટેલ રહે. મહેસાણા, ઉચરપી રોડ, શ્રીજી શરણમ ફલેટ તથા પંડયા ધર્મેશ મનોજભાઇ રહે.મહેસાણા શ્રીજી શરણમ ફલેટ તા.જી.મહેસાણા તથા રાવળ તેજલબેન જસવંતભાઇ રહે.અવધુત રો.હાઉસ,મહેસાણા નાઓ ફરીયાદીના મિત્રને લઇને અંદર રૂમમાં ધસી આવેલ અને તમામે ભેગા મળી ફરીયાદી તેમજ તેના મિત્રને ગડદાપાટુનો માર મારી તેમના બન્નેના કપડા ઉતારી અર્ધનગ્ન કરી વિડીયો ઉતારી ફરીયાદી તેમજ તેના મિત્રને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ડરાવી ધમકાવી ફરીયાદી પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/- (રૂપિયા આઠ લાખ) તેમજ ફરીયાદીના મિત્ર પાસેથી રૂ.૧,૦૦,૦૦૦/- (રૂપિયા એક લાખ) બળ જબરીથી કઢાવી લઇ કોઇને આ વાતની જાણ કરશો તો ખોટા ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપેલ હતી.

જેથી ફરીયાદી તેમજ તેમના મિત્રએ કોઇને આ બાબતે જાણ કરેલ નહી અને આજથી ચાર-પાંચ દિવસ પહેલા ફરીયાદી તેમજ તેના મિત્રને ફોન કરી બોલાવી આ કામના આરોપીઓએ જણાવેલ કે આરોપી કિંજલના પતિએ સ્યુસાઇડ કરેલ છે અને તેમાં તમારૂ નામ લખેલ છે. તેમ કહી સ્યુસાઇડ નોટ બતાવી રૂ.૨૦,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ જેથી ફરીયાદી અને તેના મિત્રએ પોલીસનો સંપર્ક કરી ઉપરોક્ત હકિકતની ફરીયાદ આપેલ જે અનુસંધાને મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ -૩૦૮(૫), ૩૦૮(૬), ૩૫૧(૩),૩૫૨, ૧૮૯(૪), ૧૯૧(૩), ૧૧૫(૨), ૬૧(૨)(એ) તથા જી.પી. એકટ-૧૩૫ મુજબ નો ગુન્હો રજી કરી ગણતરીના કલાકોમાં ઉપરોક્ત તમામ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

હનીટ્રેપમાં પકડાયેલા આરોપીઓ અને રિકવરી રકમ

(૧) મીનાબેન જસવંતભાઇ રાવળ રહે. દેદીયાસણ તથા (૨) કિંજલબેન વા/ઓ નિમૅળસિંહ વાઘેલા રહે.રામોસણા તા.જી.મહેસાણા તથા (૩) વિક્રમકુમાર દિપકભાઇ પટેલ રહે. મહેસાણા, ઉચરપી રોડ, શ્રીજી શરણમ ફલેટ તથા (૪) ધર્મેશ મનોજભાઇ પંડયા રહે.મહેસાણા શ્રીજી શરણમ ફલેટ વાળા (૫) તેજલબેન જસવંતભાઇ રાવળ રહે.અવધુત રો.હાઉસ,મહેસાણાવાળાઓને પકડી તેમની પાસેથી કુલ રોકડ રૂ.૭,૫૦,૦૦૦/- (રૂપિયા સાત લાખ પચાસ હજાર) રીકવર કરી તેમજ ગુન્હાના કામે વાપરેલ મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૨૬,૩૦૦/- કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જ્યારે એક આરોપી (૧) ઠાકોર પ્રફુલ સવાજી રહે.ચિત્રોડીપુરા તા.જી.મહેસાણા વાળાને પકડવાના બાકી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *