પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગણેશપુરાના યુવકોની તિરંગાયાત્રા

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગણેશપુરાના યુવકોની તિરંગાયાત્રા

દેશની શાંતિ અને સુરક્ષા માટે વટીલા ધામ સુધીની પદયાત્રા; પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતનું સૈન્ય જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ત્યારે દેશની શાંતિ અને સુરક્ષા ને લઈને ગણેશપુરાના યુવાનોએ તિરંગા સાથે વટીલા ધામ સુધીની પદયાત્રા યોજી છે.

પહેલગામ પર આતંકી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહી કરી છે. ત્યારે પાકિસ્તાન સાથેના તણાવને લઈને ભારતીય સૈન્ય જડબાતોડ જવાબ આપી રહ્યું છે. યુદ્ધના તણાવ વચ્ચે તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે દેશમા શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વટીલા હનુમાન ધામ ખાતે હવન યોજાઈ રહ્યો છે. ત્યારે પાલનપુરના ગણેશપુરાના 40 જેટલા યુવાનોએ પણ દેશના વીર જવાનોના સમર્થનમાં તિરંગા યાત્રા યોજી છે. ગણેશપુરાથી તિરંગા સાથે 16 કિલોમીટરની પદયાત્રા કરી યુવાનો વટીલા ધામ પહોંચશે. જ્યાં દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરશે તેવું યુવા અગ્રણી અશોક પટેલે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *