ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે ખેરાલુ પાસેથી ૧૫ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો; એક ની ધરપકડ 

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે ખેરાલુ પાસેથી ૧૫ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો; એક ની ધરપકડ 

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ખેરાલુ તાલુકાના હિરવાણી પાસેથી વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી છે. ટીમને મળેલી બાતમીના આધારે હિરવાણીથી પાછા જતા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન GJ01RX5181 નંબરની ગાડી આવતા પોલીસે તેને રોકી તપાસ કરી હતી. ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રાજસ્થાનના જીતેન્દ્ર કુમાર દરજીની ધરપકડ કરી હતી.

તપાસમાં ખુલ્યું કે રાજસ્થાનના સચોરથી રાજુરામ બિશનોઈએ આ વિદેશી દારૂ ભરી આપ્યો હતો. આ દારૂ અમદાવાદના કઠવાડા વિસ્તારમાં રહેતા ખરોલ આત્મારામને પહોંચાડવાનો હતો. પોલીસે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે 8.74 લાખની કિંમતનો દારૂ, 7 લાખની કિંમતની એક ગાડી, 5 હજારનો મોબાઈલ અને 210 રૂપિયા રોકડા મળી કુલ 15.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *