ડીસા રૂરલ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટેના અભિયાન અંતર્ગત વાસણા (જુનાડીસા) ગામની સીમમાંથી જુગારનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, જુનાડીસા આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ સ્ટાફે વાસણા (જુનાડીસા) ગામના બંગલાવાસની આગળ, હવાડા નજીક આવેલી બાવળોની ઝાડીઓમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે ચાર વ્યક્તિઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ. 13,090/- નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ પપ્પુભાઈ ઉર્ફે પાપુ મનુભાઈ પટણી (ઉ.વ. 25, રહે. બંગલાવાસ વાસણા), વિક્રમભાઈ ચાંદાભાઈ સરાણીયા (ઉ.વ. 19, રહે. જુનાડીસા જીવનજ્યોત સોસાયટી), લાલમહંમદ ઉર્ફે જાકીર અબ્દુલભાઈ સિન્ધી (ઉ.વ. 35, રહે. જુનાડીસા), અને કેશાભાઈ ભીખાભાઈ મેનપુરા (વાલ્મિકી) (ઉ.વ. 55, રહે. વાસણા, જુનાડીસા) તરીકે થઈ છે. ડીસા રૂરલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.