બેનેલી ઇમ્પિરિયલ 400 પર કંપનીની સ્પેશિયલ ઓફર, 6,000 રૂપિયામાં બાઇક ખરીદો અને બાકીની રકમ EMIમાં ચૂકવો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ઇટાલિયન કંપની બેનેલી તેની ઇમ્પિરિયલ 400 પર પ્રીમિયમ EMI સ્કીમ લઇને આવી છે. જેના કારણે ગ્રાહકો આ બાઇક સરળતાથી ખરીદી શકશે. કંપની 4,999 રૂપિયાના મંથલી EMI પર બાઇક ખરીદવાની તક આપી રહી છે. તેમજ, કંપની 85% સુધી રકમ ફાઇનાન્સ કરી રહી છે. એટલે કે, ગ્રાહકો તેને ઓછામાં ઓછા 6,000 રૂપિયા આપીને બુક કરાવી શકે છે. કંપનીએ આ બાઇક 3 મહિના પહેલા લોન્ચ કરી હતી. તેની પ્રારંભિક કિંમત 1.99 લાખ રૂપિયા છે. તેનું BS6 મોડેલ Bs4 મનોડેલ કરતાં 20,000 રૂપિયા વધારે મોંઘું છે. તેમજ, આ બાઇકના અન્ય બે કલર ઓપ્શન બ્લેક અને રેડમાં પણ ખરીદી શકાય છે. આ માટે 2.11 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે.

નવી ઇમ્પિરિયલ 400 બાઇકમાં 374ccનું સિંગલ-સિલિન્ડર, ફ્યુલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે, જે BS4 મોડેલમાં પણ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે BS6માં અપગ્રેડ થવા છતાં તેના ટોર્ક અને પાવરમાં કોઈ ઘટાડો થયો નથી. અપડેટ થયેલ એન્જિન 6000rpm પર 21hp પીક આઉટપુટ અને 3500rpm પર 29Nm ટોર્ક જનરેટ કરે છે. જો કે, BS4 એન્જિન 5500rpm પર 21hp અને 4500rpm પર 29Nm ટોર્ક મળતો હતો.

ઇમ્પિરિયલ 400 ભારતમાં પહેલીવાર ઓક્ટોબર 2019માં 1.69 લાખ રૂપિયાની કિંમતે રજૂ કરવામાં આવી હતી. તેને મોડર્ન ક્લાસિક કહેવામાં આવી, જેણે કિંમત માટે રોયલ એન્ફિલ્ડ 350ને ટક્કર આપી હતી. જો કે, હવે નવી કિંમતને જોઇએ તો ઇમ્પિરિયલ 400 બેઝ ડ્યુઅલ ચેનલ ABSથી સજ્જ ક્લાસિક 350 (1.67 લાખ રૂપિયા)થી 30,000 વધારે મોંઘી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.