ટાટા અલ્ટ્રોઝ ટર્બો પેટ્રોલ વર્ઝન 13 જાન્યુઆરીએ લોન્ચ થશે, જાણો શું ખાસ હશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ટાટા મોટર્સે 13 જાન્યુઆરી (બુધવારે), 2021ના રોજ ટર્બો-પેટ્રોલ એન્જિનથી સજ્જ અલ્ટ્રોઝ પ્રીમિયમ હેચબેકનું વધુ શક્તિશાળી વેરિઅન્ટ લોન્ચ કરશે. કંપનીએ ડિસેમ્બરમાં તેને ટીઝ કરવાનું શરૂ કર્યું હતું. નવા વેરિઅન્ટમાં શું ખાસ મળશે, જાણો…

ટાટા અલ્ટ્રોઝ ટર્બોઃ એન્જિન અને ગિયરબોક્સ ડિટેસ

નવી અલ્ટ્રોઝમાં 1.2 લિટર ટર્બો પેટ્રોલનું સહેજ ડી-ટ્યુન વર્ઝન મળશે, જે વર્તમાનમાં નેક્સન SUVને પાવર પ્રદાન કરે છે. તેનો અર્થ એ થયો છે, આ કોમ્પેક્ટ SUVમાં 120 હોર્સપાવર અને 170nm ટોર્કની વિરુદ્ધ 110 હોર્સપાવર અને 140nm ટોર્ક જનરેટ કરશે.

ટાટા મોટર્સ શરૂઆતમાં DCT ઓટોમેટિક ગિયરબોક્સની સાથે પાંચ-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે નવી અલ્ટ્રોઝ રજૂ કરે તેવી અપેક્ષા છે, જે ટાટાની કારમાં પહેલી વખત જોવા મળશે.

અલ્ટ્રોઝ ટર્બોને તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી 2020 હ્યુન્ડાઈ i20ને ટક્કર આપશે, જે 120hp, 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન ઓપ્શનની સાથે આવે છે. જ્યાં સુધી વેરિઅન્ટ ડિટેઈલ્સની વાત છે, તો નવી i20 ટર્બોની જેમ, અલ્ટ્રોઝ ટર્બોને માત્ર ટોપ બે અથવા ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી અપેક્ષા છે.
તે ઉપરાંત અલ્ટ્રોઝ ટર્બો માર્કેટમાં હાજર ફોક્સવેગન પોલો, 1.2 TSIને જોરદાર ટક્કર આપશે, જે 110hp ટર્બો પેટ્રોલ એન્જિનની સાથે આવે છે અથવા તો 6-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ ટોર્ડ કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સની સાથે મળે છે. ટૂંક સમયમાં કંપની સત્તાવાર રીતે અલ્ટ્રોઝ ટર્બોની ડિટેઈલ્સ અને બુકિંગની જાહેરાત કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.