Youtube બનશે Googleનું સૌથી મોટુ શોપિંગ હબ, વીડિયોને જોઈને કરી સિલેક્ટ કરી શકશો તમારી મનપસંદ પ્રોડક્ટ

Business
Business

ગૂગલ પોતાના વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબને એમેઝોન અને ફ્લિપકાર્ટની જેમ શોપિંગ હબ બનવાની તૈયારી કરી રહ્યું છે. હવે યુઝર્સ યુટ્યુબ ઉપર જોવા મળતા રમકડા, ગેજેટ્સ અને અન્ય સામાનના ઓનલાઈ વેચાણ માટે સિલેક્ટ કરી શકશે. વિશ્વની સૌથી મોટી વીડિયો સાઈટ યુ ટ્યુબે હાલમાં જ ક્રિએટર્સને યુટ્યુબ સોફ્ટવેરનો ઉપરયોગ કરીને પોતાની ક્લિપમાં પ્રોડક્ટ ફિચરને ટેગ અને ટ્રેક કરવાનું કહ્યું છે. જે બાદ ડેટા એનાલિટિક્સ અને શોપિંગ ટુલથી ગૂગલની પેરેન્ટ્સ કંપની સાથે લિંક કરવામાં આવશે.

લિંક ઉપર ક્લિક કરીને ખરીદી શકશો આ પ્રોડક્ટ

યુટ્યુબ તરફથી પ્રોડક્ટ વીડિયો કેટેગરી બનાવવામાં આવી રહી છે. આ વીડિયો કેટેગરીમાં પ્રોડક્ટના વેચાણનું લિસ્ત કરવામાં આવશે. જ્યાં કસ્ટમર QR પ્રોડક્ટ કેટેગરી ઉપર લિંક કરીને સીધી પ્રોડક્ટ ખરીદી શકશે. તે સિવાય કંપની એક અલગ Shopify Incની ટેસ્ટીંગ કરી રહી છે. યુટ્યુબ પ્રવક્તાએ આ વાતની પુષ્ટી કરી છે કે, કંપની શોપિંગ ફિચરનું ટેસ્ટિંગ કરી રહી છે. તેણે કહ્યું કે, જે પ્રોડક્ટનું વેચાણ કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે તેના ઉપર નિર્માતાનો કંટ્રોલ રહેશે. હાલ તો કંપની તેને પ્રયોગના રૂપમાં જોઈ રહી છે.

કોરોના કાળમાં ગૂગલનું બજેટ થયું પ્રભાવિત

કોરોના કાળમાં ગૂગલનું માર્કેટીંગ બજેટ ઘણું પ્રભાવિત થયું છે. ખાસ કરીને ટ્રેવલ અને ફિઝીકલ રીટેલ સેક્ટરથી ગૂગલ ઘણું પ્રભાવિત થયું છે. કારણ કે તેનાથી તેને મોટી જાહેરાત મળતી હતી. જ્યારે આ દરમયાન ઈકોમર્સની ઘણી બોલબાલા રહી. લોકોએ ઓનલાઈન શોપિંગ કરી, તેવામાં ગૂગલે ઈન્સ્ટાગ્રામની જેમ જ શોપિંગ ડેસ્ટીનેશન બનાવવા તરફ એક પગલું ભર્યું છે. ગૂગલ પણ આ તકને છોડવા નથી માંગતી. તેના તરફથી યુટ્યુબને શોપિંગનું મોટુ હબ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.